Dakshin Gujarat

દસ્તાન ઓવરબ્રિજ મુદ્દે ભારતીય હિત રક્ષક પાર્ટીનું રેલ રોકો આંદોલન નિષ્ફળ

પલસાણાના દસ્તાન નજીક અધૂરા ફ્લાય ઓવર બ્રિજ મામલો ઉગ્ર બની રહ્યો છે. એક સપ્તાહથી ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યું છે. કડોદરાથી બારડોલી હાઈવે પર દસ્તાન ફાટક પર ઘણા સમયથી એક વૈકલ્પિક માર્ગની માંગ ઊઠી રહી હતી. ૮૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજની કામની શરૂઆત કરાઈ હતી.

જો કે, મંથર ગતિએ કામ ચાલતાં વાહન વ્યવહારને અસર થતાં ભારતીય હિતરક્ષક પક્ષે લડત શરૂ કરી છે. અને સોમવારે રેલ રોકો આંદોલન આપવામાં આવ્યું હતું. કાર્યકરો તેમજ રાષ્ટ્રીય પ્રમુખ સુનીલ સોનવણે રિક્ષામાં પહોંચ્યા હતા. અને આંદોલન પહેલાં જ પલસાણા પહોંચી હતી. પણ ભારતીય હિતરક્ષક પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ સુનીલ સોનવણે, આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. દસ્તાન ફાટક નજીક ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા આંદોલનની શરૂઆત કરાઈ હતી.

જેથી દસ્તાન ફાટક અને ઓવરબ્રિજ નજીક વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. એક જ માંગ ઊઠી છે કે, બંધ પડેલી બ્રિજની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને કામગીરી નહીં કરનાર જે-તે એજન્સી સામે પગલાં ભરવામાં આવે. ધરણાં બાદ રેલ રોકો આંદોલનને પોલીસે નિષ્ફળ બનાવતાં હવે આવનાર દિવસોમાં ફ્લાયઓવર મામલે મક્કમ બાંયધરી અને ઝડપથી કામગીરી પૂરી નહીં કરાય તો સ્થાનિક ધારાસભ્યો, સાંસદના નિવાસ સ્થાન તેમજ કાર્યાલયનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

Most Popular

To Top