ભરૂચ જિલ્લાના અરબી સમુદ્વના કિનારે આવેલા દહેજના જોલવા જીઆઈડીસીમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો જથ્થો વેચાઈ રહ્યાનો વિડીયો વાયરલ થયો છે. બિનધાસ્ત બુટલેગર માટે કોઈનો ખોફ કે ડર રાખ્યા વગર છડેચોક દારૂની બોટલો વેચતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો પણ હવે કડક બનાવ્યો હોવા છતાં લીકર માફિયા માટે તેની કોઈ દરકાર નથી.
અરબી સમુદ્રના કિનારે આવેલા દહેજ માટે બુટલેગરો પોલીસ વિભાગ માટે ક્યાંક તો પડકારરૂપ હોય અથવા ખુલ્લેઆમ દારૂનો વેપલો માટે નજરઅંદાજ કરતા હોય એમ લાગે છે. વિજિલન્સની રેડ પડે ટો સ્થાનિક પોલીસ અધિકારી સામે સસ્પેન્સનની તવાઈ આવતી હોય છે. છતાં ખુલ્લેઆમ આ વેપલો માટે તળિયેથી નળિયે સુધી બેનંબરીઓનો હપ્તો જતો હોય છે.
દહેજના જોલવા જીઆઈડીસીમાં એક બુટલેગરે તંત્રની પરવાહ વગર ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા ખરીદનારાઓની પણ ભીડ જામે છે. વાયરલ થયેલી એક વિડીયો ક્લીપમાં ગેરકાયદે દારૂની બોટલ વેચતો હોવાથી પીનારા પાસેથી પૈસા લેતીદેતીનો શૂટ જોવા મળે છે. દહેજ સહિત ભરૂચ જિલ્લામાં વિડીયો ક્લીપ વાયરલ થતાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.