National

દિલ્હીમાં દારૂ પીવાની છૂટ માટેની લઘુતમ વયમર્યાદા ઘટાડીને ૨૧ વર્ષ કરાઇ

દિલ્હી સરકારે દારૂ પીવાની લઘુતમ વયમર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરી દીધી છે. દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે નવી આબકારી નીતિ હેઠળ આ અંગેની ઘોષણા કરી હતી. સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં દારૂ પીવાની ઉંમર હવે નોઈડા (યુપી)ની જેમ 25 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરવામાં આવશે.

21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને દારૂ હોય તેવી જગ્યાએ પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં મળે. સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીમાં આબકારી નીતિમાં પરિવર્તનની જાહેરાત કરી હતી. સિસોદિયાએ કહ્યું હતું કે, નવી નીતિનો ઉદેશ્ય આવક વધારવાનો છે. વય મર્યાદા ઘટાડવાથી દારૂ પરના વેરાની સરકારની આવક ૨૦ ટકા વધવાની આશા છે.

સરકારે નિર્ણય લીધો છે કે, રાજધાનીમાં ચાલતી સરકાર સંચાલિત દારૂની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે. દારૂની કોઈ નવી દુકાન ખોલવામાં નહીં આવે. દિલ્હીમાં વર્ષ 2016 પછી કોઈ દારૂની કોઈ નવી દુકાન ખૂલી નથી અને ખોલવામાં પણ નહીં આવે. દિલ્હીમાં દારૂની 60% દુકાનો સરકારી છે. જેમની આવક શરાબની ખાનગી દુકાનોની આવક કરતા ઓછી છે.

દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે, હવે સરકારની દુકાન નહીં રહે. દુકાનનો દરવાજો રસ્તા પર ખુલશે નહીં. લોકો બહાર ઊભા રહીને દારૂ નહીં પી શકે. હવે સમગ્ર દિલ્હીમાં એક જેવી જ દારૂની દુકાનો હશે, જેના કારણે દારૂ માફિયાઓની પીઠ તૂટશે. વાઇનની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણની હશે. દિલ્હીમાં દારૂ માફિયાઓને પકડવા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. આ માટે નવી આબકારી નીતિ બનાવવામાં આવી છે.

દિલ્હીમાં છેલ્લા 2 વર્ષમાં 7 લાખથી વધુ ગેરકાયદેસર દારૂની બોટલો ઝડપાઇ હતી અને 1939 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીમાં અનેક ગેરકાયદેસર દુકાનો દારૂ માફિયા ચલાવે છે. આ ક્ષેત્રમાં સુધારણા સાથે સરકારની આવકમાં 20 %નો વધારો થશે. જેના કારણે રૂ.1500થી 2000 કરોડની આવક એક વર્ષમાં વધી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top