રાજ્યમાં બે વર્ષમાં રૂપિયા 198,30,12,826નો વિદેશી દારૂ, રૂપિયા 3, 65,92, 833નો દેશી દારૂ, 13,18,33,348ની બીયરની બોટલો મળી કુલ 215,14,39007ની કિંમતનો જથ્થો પકડાયો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા જુદા જુદા પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું, કે છેલ્લા બે વર્ષમાં 68,60,33,310ની કિંમતનાનો અફીણ, ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોન અને અન્ય માદક પદાર્થોનો જથ્થો પકડાયો છે.
આ ગુન્હામાં સંડોવાયેલા 4545 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. 2020માં 67 દિવસના લોકડાઉન અને કોરોનાની મહામારી હોવા છતાં અમુક જિલ્લાઓમાં 2019 કરતાં 2020માં વધુ દારૂનો જથ્થો પકડાયો છે. છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં 13,35,13,063નો વિદેશી દારૂ, દેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે અફીણ, ગાંજો, ચરસ, હેરોઈન, મેફેડ્રોન અને અન્ય માદક પર્દાથો પાવડર મળી કુલ રૂપિયા 51,02,29,30નો જથ્થો ઝડપાયો હતો.