SURAT

દર્શના જરદોષના લીધે સુરતના સાંસદ મુકેશ દલાલને બેસવાના પણ ફાંફાં પડી ગયા, જાણો શું થયું…

સુરત : એક વખત ધારાસભ્ય કે સાંસદ તરીકે ચૂંટાયા બાદ મળતી સરકારી સવલતો જેવી કે ઓફિસ, મકાન, ફોન, ગાડીની સુવિધા પોતાના પદ પરથી ઉતર્યા બાદ છોડવામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગલ્લાં-તલ્લા કરતા હોય છે. અને વરસો સુધી સરકારી મકાનોમાં કબજો જમાવી રાખ્યાના પણ દાખલા છે, ત્યારે સુરત લોકસભા બેઠક પરથી ત્રણ ત્રણ ટર્મ સાંસદ રહેલા અને કેન્દ્રમાં મંત્રી પણ બનેલા દર્શના જરદોષે પણ તેના પદ પરથી ઉતર્યાના મહિનાઓ બાદ પણ સાંસદ તરીકે તેમને સુરતમાં ફાળવવામાં આવેલી સરકારી ઓફિસનો કબજો નહીં છોડતા તેની જગ્યાએ સાંસદ બનેલા મુકેશ દલાલ માટે મૂંઝવણ ઉભી થઇ છે.

  • લડ્યા વિના ચૂંટણી જીતવા છતાં મુકેશ દલાલને ન મળી ખુરશી
  • દર્શના જરદોશના માથેથી સત્તાનો કેફ હજુ ઉતર્યો નથી
  • દર્શના જરદોશે સરકારી ઓફિસનો કબજો નહીં છોડતાં મુકેશ દલાલને ઓફિસના ફાંફા
  • સુરતના નવા સાંસદ મુકેશ દલાલે કલેકટરને પત્ર લખી સાંસદને ફાળવવામાં આવતી ઓફિસની સુવિધા આપવા માટે માંગણી કરવી પડી

મુકેશ દલાલે કલકેટરને પત્ર લખી સાંસદ તરીકે મળતી ફેસેલિટી સેન્ટર માટેની સુવિધા તાકીદે ફાળવવા માંગ કરી હતી. પરંતુ કલેકટર દ્વારા આરએન્ડબી વિભાગને અને આરએન્ડબી વિભાગ દ્વારા પૂર્વ સાંસદને પત્ર લખીને જાણ કરાઇ હોવા છતા હજુ સુધી આ જગ્યાનો કબજો દર્શના જરદોષે નહીં છોડતા ભાજપના જ નેતાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે.

વિસ્તૃત વિગત મુજબ 2024ની ચૂંટણીમાં સુરત બેઠકનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં આ ચૂંટણીના પહેલા સંસદસભ્ય જાહેર થયા હતા. સાંસદ બન્યા બાદ મુકેશ દલાલ દ્વારા 15મી જુન 2023ના રોજ કલેકટરને પત્ર પાઠવી પૂર્વ સાંસદને ફાળવેલી જગ્યા ફેસિલિટી સેન્ટર માટે ફાળવવા માંગણી કરી હતી.

આ પત્રના આધારે કલેકટરે આર એન્ડ બી ‌વિભાગને લે‌ખિતમાં સુચના આપી હતી. અને આર એન્ડ બી દ્વારા જગ્યા ખાલી કરવા પૂર્વ સાંસદને પત્ર લખીને લે‌ખિત જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દોઢ માસ સુધી કબજો નહીં મળતા સાંસદ મુકેશ દલાલે ફરી કલેકટરને 29મી જુલાઇના રોજ પત્ર લખી રિમાઇન્ડર આપ્યું હતું. અને કલેકટરે માર્ગ મકાન ‌વિભાગ દ્વારા ફરી પત્રો લખ્યા હતા.

સાંસદ કલેકટરે અને આરએન્ડબી ‌વિભાગ દ્વારા બે વખત રિમાઇન્ડર આપવા છતાં હજુ પૂર્વ સાંસદે ઓફિસની જગ્યાનો કબજો સોંપ્યો નથી. જેને પગલે આ મુદ્દે ભાજપની છાવણીમાં રાજકારણ ગરમાયું છે. જયારે બીજી તરફ મુકેશ દલાલ જે જગ્યાની માંગણી કરી રહ્યાં છે તે સ્ટાફ કવાર્ટસ સ્ટ્રક્ટર સ્ટેબિલિટીનાં કારણે માર્ગ મકાન વિભાગ દ્વારા ખાલી કરાવી નાંખવામાં આવ્યું હતું હવે આ મકાન પૂર્વ સાંસદ અને સાંસદનાં કાર્યલય માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું હોવાથી કર્મચારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

Most Popular

To Top