Business

ડેિશંગ ડેડ્ઝની ડાર્લિંગ ડોટર્ઝ

આવતી કાલે ‘ફાધર્સ ડે’ આવી રહ્યાો છે. આમ તો પિતા વિશે કશું કહેવાની જરૂર નથી. સૌ કોઈ જાણે છે એક પિતાનું મહત્ત્વ. પિતા એટલે ઘરનું અસ્તિત્વ, સંતાનોના વિકાસ અને પોતાની ઓળખનું  ખૂબ મહત્ત્વનું પરિબળ. આવી તો તમે અનેક વાતો સાંભળી જ હશે. એક સંતાન માટે પિતા એક આઇડિયલ હોય છે. ડેડી બધું જ કરી શકે છે. પિતાની ચાલઢાલ, ઊઠવુંબેસવું બધાંની નકલ કરશે બાળક કેમ ? પિતાનાં કડક, કઠણ, કઠોર વ્યક્તિત્વની પાછળ કૂણું, કોમળ હૃદય છુપાયેલું હોય છે. પણ પપ્પાથી સૌથી નજીક તો હોય છે તેમની દીકરી. ખરું ને ? પપ્પા પાસે કોઈ વાત મનાવવી હોય તો ભાઈઓ પણ બહેનનો સહારો લે છે. દીકરીઓ એટલી માસૂમ હોય છે કે પપ્પા લાડ કરવાનો એક પણ મોકો નથી છોડતા. ખૂબ જ ધ્યાનથી દીકરીની વાતો સાંભળે છે અને દુનિયાની દરેક ખુશીઓ તેમને આપવાની ઈચ્છા રાખે છે. ફાધર પોતાના બિઝનેસમાં વ્યસ્ત રહેતા હોય છે અને ફેમિલીને ઓછો સમય આપી શકતા હોય છે. ત્યારે આ ‘ફાધર્સ ડે’ પર આપણે મળીશું શહેરના બે ખ્યાતનામ લોકોને અને જાણીશું કે તેઓનું તેમની દીકરીઓ સાથે કઈ રીતનું બોન્ડિંગ છે? આ ફાધર અને ડોટર એકબીજા વિશે કેટલું જાણે છે? એના માટે અમે તેમને રૂબરૂ મળીને પૂછ્યા એકબીજા વિશે કેટલાક સવાલો…

‘‘અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને બે દીકરીઓ ભગવાને આપી છે. દીકરો હોત તો સારું હોત એવું આજદિન સુધી અમારા માઇન્ડમાં આવ્યું જ નથી. જે ઘરમાં દીકરી હોય એ ઘર ખૂબ જ ભાગ્યશાળી હોય છે.’’ આ શબ્દો છે સુરતના Altavista કંપનીના બિમલ નવિનચંદ્ર શાહના. તેમની જો વાત કરીએ તો તેઓએ પોસ્ટ ગેજયુએશન ઇન કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરેલ છે. તેમને સંતાનમાં બે દીકરીઑ છે. તેમના વાઈફ ડો વિષા શાહ આયુર્વેદિક ડોકટર છે. આ દંપતી હાલ ત્રણ પેઢી સાથે પોતાની જિંદગીને માણી રહ્યાંા છે. બિમલ શાહની મોટી દીકરી ધ્રુવીને કૂકિંગ, સિગિગ અને ટ્રાવેલિંગનો શોખ છે. અને નાની દીકરી ગરવી 12 ધોરણમાં અભ્યાસ કરે છે. કહેવાય છે ને મોરના ઈંડા ચીતરવા ના પડે. તેમની મોટી દીકરીમાં અત્યારથી તેમના પપ્પા સાથે ઓફિસ જઇ એમના ફૂટસ્ટેપ્સ પર ચાલી રહી છે. આ ફેમીલી બ્રેકફાસ્ટ અને ડીનર સાથે લે છે અને સાંજે સાથે ડિનર લિધા બાદ ક્લાક પાના રમે છે. બિમલભાઇને તેમના િબઝનેસના લીધે વધારે ટ્રાવલિંગ કરવું પડે છે છતાંય બની શકે એટલો ફેમેલીને સમય આપવાનો પ્રયાસ કરે છે. એમનું ફેમિલી બોન્ડીંગ ઘણું સારું છે.ત્યારે ચાલો મળીએ બિમલભાઇ અને તેમની બેબે દિકરી ધ્રુવી અને ગરવીને. અને જાણીએ આ ફાધર અને ડોટર એક્બીજા વિષે કેટલું જાણે છે?

દીકરી વિશે પપ્પાને પૂછેલા સવાલ

  • સવાલ : દીકરીની કોઈ એવી આદત જે તમને પસંદ ના હોય
  • જવાબ : તે વધારે પડતી સેન્સિટીવ છે એ નથી ગમતું
  • સવાલ : દીકરીના ખાસ ફ્રેન્ડ્સને તમે ઓળખો છો?
  • જવાબ : હા, મારી બન્ને દીકરીના ફ્રેન્ડ્ઝને હું પર્સનલી ઓળખું પણ છું અને તેમની સાથે કોન્ટેકમાં પણ છું
  • સવાલ : તમારી દીકરીની કઈ બાબત  તમને પસંદ છે?
  • જવાબ : એકદમ ઇનોસન્ટ છે અને કપટ નથી જરા પણ. આ જ બાબત તેની મને ખૂબ જ પસંદ છે
  • સવાલ : તમારી દીકરી તમારા જેવી છે કે તેની માતા જેવી? કઈ રીતે સમાનતા છે?
  • જવાબ : અમુક બાબતમાં મારા જેવી છે અને અમુક બાબતમાં તેનાં મમ્મી જેવી છે. તે કોઈ પણ સાથે વાત કરે તો તરત જ ભળી જાય, અજાણ્યું નહીં લાગે. એમ જ થાય જાણે વર્ષોથી ના ઓળખતા હોય? તે આ બાબતે મારા પર ગઈ છે.
  • સવાલ : તમારી અને દીકરીની વચ્ચે ક્યા વિષયમાં મતભેદ થાય છે?
  • જવાબ : તે ઇઝીલી ગીવપ કરી દે છે એને કારણે તેને સમજાવતી વખતે ડીબેટ થાય ત્યારેે મતભેદ થાય એ સિવાય નહીં .
  • સવાલ : દીકરી જે કપડાં પહેરે તે તમે અપ્રુવ કરો છો?
  • જવાબ : દીકરી જે કપડાં પહેરે તેને હું અપ્રુવ કરું છું અને તે શોપિંગ કરવા જાય તો મારી સાથે જવાનું પસંદ કરે.

ધ્રુવી અને ગરવીએ બિમલભાઈ વિષે આપેલા જવાબો

  • સવાલ : તમારા પપ્પાની કોઈ એવી આદત જે તમને પસંદ ના હોય.
  • ધ્રુવીનો જવાબ : મારી વતને કોઇ વાર લાઇટલી લે છે એ મને નથી ગમતું.
  • ગરવીનો જવાબ : કોઈ વખત મારી યુનિવર્સિટી ચોઈસ માટે કહે તો મને નહીં ગમે
  • સવાલ : કોઈ પણ માંગણી પપ્પા પાસે પાસ કરાવવી હોય તો કેવી રીતે કરાવો ? જાતે જ કહો કે કોઈ બીજાની હેલ્પ લો?
  • ધ્રુવીનો જવાબ : મારી કોઈ પણ ડિમાન્ડ પાસ કરાવવા હું ડાયરેક્ટ પપ્પાને જ કહું અને એકદમ ઇઝીલી પાસ થઈ જ જાય.
  • ગરવીનો જવાબ :મારી કોઈ પણ ડિમાન્ડ પાસ કરાવવા માટે ડાયરેકટ પપ્પાને જ કહી શકું
  • સવાલ : તમારા પપ્પાની કોઈ એવી બાબત જે તમને પસંદ છે.
  • ધ્રુવીનો જવાબ : મારા પપ્પાની વાત કરવાની જે સ્ટાઈલ છે એ મને ખૂબ જ પસંદ છે.
  • ગરવીનો જવાબ :એમની વાત રજૂ કરવાની કળાને એડમાયર કરુ છું.
  • સવાલ : તમે કઈ બાબતમાં તમારા પપ્પા જેવાં છો?
  • ધ્રુવીનો જવાબ : મારા પપ્પા સ્ટેટ ફોરવર્ડ છે અને હું પણ આ બાબતે એમના પર ગઈ છું એવું મને લાગે છે.
  • ગરવીનો જવાબ :પપ્પા બોલ્ડ અને કેરિંગ વધારે છે.  આ બાબતે હું મારા પપ્પા પર ગઈ છું.
  • સવાલ : તમારા અને પપ્પાની વચ્ચે ક્યા વિષયને લઈને મતભેદ થાય છે?
  • ધ્રુવીનો જવાબ : હું જ્યારે કોઈ રસ્તા પર ખોટી જઈ રહી હોઉં પણ  મારી મિસ્ટેક મને ખબર ના હોય અને જ્યારે પપ્પાને એમ થાય કે આ વસ્તુ ખોટી છે એવી બાબતોમાં અમારા વચ્ચે મતભેદ થાય.
  • ગરવીનો જવાબ : કોઈક વાર લગ્ન વિશેની વાત નીકળે તો એમ કહે કે આપણા સમાજનું પાત્ર હોવું જોઇએ. એ વિષયમાં અમારી વચ્ચે મતભેદ થાય અને હું એમ માનું છું કે આપણે આપણા વિચારોમાં ઓપન માઇન્ડેડ રહેવું જોઈએ.
  • સવાલ : પપ્પા કોઈ વાર ખૂબ જ નારાજ થયા હોય અને પનિશમેન્ટ આપી હોય એવો કોઈ કિસ્સો યાદ છે?
  • ધ્રુવીનો જવાબ : એકબે વર્ષ પહેલાં મારી એક ડિમાન્ડ પર મેં જીદ કરેલી અને પપ્પા ખૂબ ગુસ્સે થયા હતા.
  • ગરવીનો જવાબ : એમ તો પપ્પાએ પનિશમેન્ટ આપી હોય એવું બહુ ઓછું બન્યું છે પણ હા હું નાની હતી લગભગ પાંચ કે સાતેક વર્ષની હતી ત્યારે  કોઈ વસ્તુને લઈને મેં જીદ કરી હતી અને હું ત્યારે ખૂબ જ જિદ્દી હતી અને પપ્પાએ મને ટપલી અડાડી અને મારાથી સુસુ થઈ ગયું એ મને આજે પણ યાદ છે.
  • સવાલ : કોમન ઇન્ટરેસ્ટ?
  • ધ્રુવીનો જવાબ : ફૂડમાં કોમન છીએ અમે બંને, એમને પણ એગ્ઝ ભાવે અને મને પણ એગ્ઝ વધારે ભાવે
  • ગરવીનો જવાબ :કોમન ઇન્ટરેસ્ટ તો અમારો સ્પોર્ટમાં છે.
  • સવાલ : તમારા પપ્પાની ફેશન સેન્સ કેવી?
  • ધ્રુવીનો જવાબ : એમની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે.
  • ગરવીનો જવાબ :પપ્પાની ફેશન સેન્સ ડિસેન્ટ અને સિમ્પલ છે અને મારી અને પપ્પાની ચોઈસ એકસરખી જ છે.

હવે મળીએ સુરતના રૂપમ ડિઝાઈનર સારીઝના રાકેશ રેલન અને તેમની દીકરી આરુષા રેલનને.. આમ તો રાકેશભાઈએ 12 સુધીનો અભ્યાસ કર્યો છે, પણ આજે તેમની આવડત અને કામ પ્રત્યેની ધગશથી બિઝનેસમાં એ લેવલ સુધી પહોંચી ગયા છે તેમના હાથ નીચે અનેક એજ્યુકેટેડ લોકો કામ કરી રહ્યાાં છે. અને આજે સુરતના એક જાણીતા સફળ બિઝનેસમેનમાં તેઓ આવે છે. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેમની લાડક્વાયી દીકરી ‘આરુષા’ 25 વર્ષની થઈ છે, જેણે ઓસ્ટ્રેલીયાથી એડ્વાન્સ ડિપ્લો. ઇન પેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે.  મોટાભાગે સંતાનોના ઘડતર પાછળ એક માતાનો જ હાથ હોય છે અને જ્યારે પિતા એક સફળ પુરુષ હોય ત્યારે સંતાનોને ખાસ સમય આપી શકતા નથી. રાકેશભાઇ જણાવે છે કે વર્કોહોલીક હોવાથી આમ તો હું ઇમોશનલ થતો નથી પણ મારી દીકરી ન્યૂઝીલેન્ડમાં અને અમે તેને મળવા પહેલાં જ હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો કોણ જાણે કેમ પણ હું ખૂબ જ ઇમોશનલ થઇ ગયો.

દીકરી વિશે પપ્પાને પૂછેલા સવાલ

  • સવાલ : દીકરીની કોઈ એવી આદત જે તમને પસંદ ના હોય
  • જવાબ : આમ તો તેની દરેક વાતો મને પસંદ છે પણ હા એ વધારે કામમાં ધ્યાન આપે છે અને ક્યારેક એમ કહીએ કે ચાલ ફરવા તો પણ એ નહીં આવે.  આ વાત કોઈક વાર નહીં ગમે.
  • સવાલ : દીકરીના ખાસ ફ્રેન્ડ્સને તમે ઓળખો છો?
  • જવાબ : મારી દીકરીના દરેક ફ્રેન્ડ્ઝને હું ઓળખું છું અને તેઓ મારી સાથે પણ બહુ ફ્રેન્ડલી છે.
  • સવાલ : તમારી દીકરીની કઈ બાબત  તમને પસંદ છે?
  • જવાબ : તેની કામ પ્રત્યેની સિન્સિયારિટી મને ખૂબ જ પસંદ છે.
  • સવાલ : તમારી દીકરી તમારા જેવી છે કે તેની માતા જેવી? કઈ રીતે સમાનતા છે?
  • જવાબ : મારી દીકરી ઘણી મારા જેવી છે. અમે બંને ઇમોશ્નલ અને ડિસીપ્લીન્ડ છીએ.
  • સવાલ : તમારી અને દીકરીની વચ્ચે ક્યા વિષયમાં મતભેદ થાય છે?
  • જવાબ : ક્યારેય મતભેદ નથી થતો.
  • સવાલ : દીકરી જે કપડાં પહેરે તે તમે અપ્રુવ કરો છો?
  • જવાબ : હા, તેની દરેક કપડા વિશેની ચોઇસને હું અપ્રુવ કરુ છું.

પપ્પા વિશે દીકરીને પૂછેલા સવાલો

  • સવાલ : તમારા પપ્પાની કોઈ એવી આદત જે તમને પસંદ ના હોય.
  • જવાબ : મને લાગે છે તેમણે ધીમું ખાવું જોઈએ. જલ્દી ખાવાની આદત મને પસંદ નથી.
  • સવાલ : કોઈ પણ માંગણી પપ્પા પાસે પાસ કરાવવી હોય તો કેવી રીતે કરાવો ? જાતે જ કહો કે કોઈ બીજાની હેલ્પ લો?
  • જવાબ : મારી કોઈ પણ ડિમાન્ડ હું ડાયરેકટ પપ્પાને જ કહું છું અને તે ઇઝીલી પાસ પણ થઇ જાય છે.
  • સવાલ : તમારા પપ્પાની કોઈ એવી બાબત જે તમને પસંદ છે.
  • જવાબ : પપ્પાની કામ કરવાની રીત, એમનું ડેડીકેશન
  • સવાલ : તમે કઈ બાબતમાં તમારા પપ્પા જેવાં છો?
  • જવાબ : મને લાગે છે કે બિઝનેસ કરવાની સ્ટાઈલ બાબતે હું મારા પપ્પા પર ગઈ છું. 
  • સવાલ : તમારા અને પપ્પાની વચ્ચે ક્યા વિષયને લઈને મતભેદ થાય છે?
  • જવાબ : કોઈક વાર એવું બને કે અમારા બન્નેનું કામ જુદું છે, આથી તે જ્યારે એમના એક્સપિરિયન્સથી મને શીખવાડવાની કોશિશ કરે ત્યારે મતભેદ થાય.
  • સવાલ : પપ્પા કોઈ વાર ખૂબ જ નારાજ થયા હોય અને પનિશમેન્ટ આપી હોય એવો કોઈ કિસ્સો યાદ છે?
  • જવાબ : મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તો પપ્પાએ મને ક્યારેય હાર્ડ પનિશમેન્ટ કરવાની જરૂર નથી પડી
  • સવાલ : કોમન ઇન્ટરેસ્ટ?
  • જવાબ : બેડમિન્ટન, વર્કઆઉટ
  • સવાલ : તમારા પપ્પાની ફેશનસેન્સ કેવી?
  • જવાબ : પપ્પાની ફેશન સેન્સ હવે ઇમ્પ્રુવ થઇ રહી છે. કોઇક વાર મારા કે મારાં ભાભીના અભિપ્રાય લે. 

Most Popular

To Top