Charchapatra

દીવા તળે અંધારું

અમદાવાદ રાજ્યની જુની રાજધાની દરિયાપુર જિમખાનામાં ‘જુગારનગરી’ પકડાઈ? ક્યારથી કાર્યરત હશે કે તેના સંચાલકે દેશના નેતાઓ 20 IPS ના ફોટાઓ લટકાવેલા એ પણ કોઈ જુગારીના ધ્યાનમાં ન આવેલું? નાના છોકરાઓ ઊંઘમાં પથારી ખરાબ કરે, જ્યારે મોટા જાગતાં પથારી ખરાબ કરે એનો ઉત્તમ નમૂનો ? કેવું કહેવાય – દેશની સરકારી કચેરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં દેશ નેતાઓના ફોટા હોય છે. જ્યારે જુગારનગરીમાં આવી બૌદ્ધિકોને આમાં કાંઈ અજુગતું લાગ્યું જ ન હશે ! કે પછી દેખતા આંધળા થઈને ફરે છે. ‘મેરા ભારત મહાન’ ગાંધીનગરની પડોશમાં આટલો મોટો વિકાસ થયો એ પણ ‘ગુજરાત મોડેલનો’ એક ભાગ જ કહેવાય ખરું કે નહિં. DYSP જ્યોતિ પંકજ પટેલને દિલથી અભિનંદન અને નૈતિક હિંમત દર્શાવી એ ખરેખર વખાણવાયોગ્ય છે. એટલે કે હજુ પ્રામાણિક અધિકારીઓ છે ખરા! ચીખલી  – કિરીટ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top