પાંચ નદીઓનો પ્રદેશ પંજાબ બન્યો. રાજતંત્રની કલ્યાણકારી એક નદી સ્વરૂપ યોજનાની તેના તરફથી જાહેરાત થઈ છે, જે રાજસત્તાને આદર્શ પંથે લઈ જશે. જનકલ્યાણ માટે આવશ્યક બે બાબતો હોય છે. એક મફત શિક્ષણ અને બીજી આરોગ્ય જનતાના પૈસે તાગડધિન્ના કરનાર, પોતાનો પક્ષીય પ્રચાર કરનાર, બિનજરૂરી ઉત્સવો પાછળ જંગી ખર્ચ કરનાર, અંગત સ્વાર્થ પાછળ લાખો રૂપિયા રેડનાર, રાજા મહારાજા જેવા પરિધાન કરનાર, મોજમજાના એક હેતુસર જંગી ખર્ચાળ વિદેશ પ્રવાસો કરનાર, પોતાના અંગત વ્યક્તિઓના હિત સાધનાર, પ્રચાર માધ્યમો પાછળ નાણાંનો દુર્વ્યવહાર કરનાર શાસકોએ શોષક મટી એ પંજાબી આદર્શનો અમલ કરવો જોઈએ.
લાલ બહાદુર શાસ્ત્રી અને ગુલઝારીલાલ નંદાના આદર્શ ચરિત્રમાંથી પ્રેરણા લેવી જોઈએ. ગરીબ પ્રજાના લોહી-પરસેવાનાં નાણાં ઉડાડી દેવાને બદલે તેમના વિકાસ અને સુખાકારી માટેની યોજનાઓનો સાચો અમલ કરવો જોઈએ. પંજાબ સરકારે તેના રાજ્યમાં રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર પંજાબના દરેક પરિવાર માટે ત્યાંની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની રાહત યોજના જાહેર કરી છે અને પંજાબ સરકારે આરોગ્ય સુરક્ષા ચક્ર ધર્યું છે. જે વિશ્વમાં અજોડ છે. જો એ જ રીતે મફત શિક્ષણની યોજના પણ ચાલે તો સાચે જ જનકલ્યાણ ધરાવતી એક રાજસત્તા કાયમ થાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.