આદિવાસી બહુમતી ધરાવતા ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ચીરાપાડા ગામની 13 વર્ષની ફ્રેની ચૌધરીની પસંદગી બીસીસીઆઈ અંડર-15 મહિલા વન-ડે ટ્રોફી માટે થઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી ફ્રેનીએ સમગ્ર ડાંગ જિલ્લાનું તથા આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. ફ્રેની અત્યારે ધો.8માં જે.બી. એન્ડ કાર્ય વિદ્યાસંકુલ કામરેજ ખાતે અભ્યાસ કરી રહી છે. ફ્રેની માત્ર ક્રિકેટર જ નહિ, પરંતુ નેશનલ લેવલ એથ્લેટ પણ છે. તાજેતરમાં ચિલ્ડ્રન યુનિટી ગાંધીનગર ખાતે આયોજીત એથ્લેટિક્સ મીટમાં 800 મીટર દોડમાં પણ પ્રથમ આવી હતી.
ફ્રેની ક્રિકેટમાં એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. સુરત સ્થિત ફ્રી ક્રિકેટ એકેડેમી ખાતે તેને કોચ ધનસુખભાઈનું માર્ગદર્શન મળી રહ્યું છે. વળી અન્ય એક કોચ ચિરાગભાઈ તરફથી પણ તેને પ્રોત્સાહન મળે છે. ફ્રેની સમગ્ર આદિવાસી સમાજ અને ડાંગ જિલ્લા માટે ગૌરવનું પ્રતીક બની છે. ફ્રેનીના પિતા અરવિંદભાઈ ચૌધરી સુરત (કામરેજ-વાવ) ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પહેલાંની જેમ એવું નથી કે ક્રિકેટરો માત્ર મોટાં શહેરોમાંથી જ પસંદગી પામે. વૈભવ સૂર્યવંશી બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામનો છે અને ક્રિકેટમાં તરખાટ મચાવી રહ્યો છે!
યુ.એસ.એ.- ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.