ઔદ્યોગિક ક્રાન્તિ સાથે માનવ જીવનમાં યંત્રો વધુ ને વધુ પ્રમાણમાં આવશ્યક બનતાં ગયાં. આમ તો ખૂબ ઉપયોગી બન્યાં, પણ સાથે કેટલાંક ખરાબ પરિણામો પણ આવ્યાં. કર્મચારીઓ અને શ્રમિકોના રોજગારની તકો ઘટવા માંડી, બેકારી વધતી ગઈ. માનવજીવન પ્રમાદી, પરાવલંબી બનતું ગયું. રોબોટનો આવિષ્કાર થયો, જે માનવ કર્મચારીઓને સ્થાને ગોઠવાવા લાગ્યા. ગુનાખોરીનાં સાધનો પણ વધ્યાં. જીવનવ્યવહારમાં કૃત્રિમતા વધવા લાગી. સોફટવેરનું ચલણ વધ્યું. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં હવે ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા થઈ રહી છે.
તે આઉટર સ્પેસ જેવા ગુંચવાડાભર્યા અને ભારેખમ વિષયો નાનાં બાળકો પણ સમજી શકે તેવી રીતે સમજાવી શકશે. ચેટ જી.પી.ટી. એટલે કે ચેટ જનરેટિવ પ્રિ ટ્રેઈન્ડ ટ્રાન્સફોર્મર એ આઈ સર્વિસ છે જેને અપાયેલા ઈનપુટના આધારે ભાષણ, લેખ, કાવ્ય, નિબંધ વગેરે તૈયાર કરી આપી શકે છે. વિદ્યાર્થીઓનું હોમવર્ક પણ તે કરી આપે છે, ગણિતના પ્રશ્નો ઉકેલી નિબંધ વગેરે તૈયાર કરી આપી શકે છે. વિદ્યાર્થીઓનું હોમવર્ક પણ તે કરી આપે છે, ગણિતના પ્રશ્નો ઉકેલી શકે છે. પરીક્ષામાં પણ તેનો દુરુપયોગ થઈ શકે છે. વિદ્યાર્થીઓ તેમના એસાઈનમેન્ટ એમાંથી જ કરી શકે છે.
સ્કૂલ અને કોલેજો જ નહીં, ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મશીન લર્નિંગ પણ તેનાથી ગભરાટ અનુભવ્યો છે. દુનિયાને તેણે માથે લીધી છે. તેના દ્વારા કંઈ પણ લખતી વેળા માનવીય સ્પર્શ અને મૌલિકતાનો અભાવ રહે છે. ઓનલાઈન સામગ્રી બનાવતી વખતે પહેલાં એક વિચારની જરૂરત રહે છે, પછી તેને વિક્સાવવાની સર્જનાત્મક પ્રક્રિયા જરૂરી છે, યુઝર્સ સાથે સંવાદ થાય છે, કલ્પનાશકિતની જરૂરત રહે છે. આ સાધન છે, સર્જક નથી. સંદેશવ્યવહાર અને જાસૂસી માટે યાંત્રિક અને ઈલેક્ટ્રોનિક સાધનો કામ લાગે છે. અવકાશ વિજ્ઞાન અને સંશોધન માટે યાંત્રિક સહાય લેવી પડે છે. માનવજીવનની એકેએક બાબતમાં યંત્રો અનિવાર્ય આવશ્યકતા બની ગયાં છે. યંત્રોને કારણે વિકાસની સાથે જોખમો પણ વધ્યાં.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.