Vadodara

ખોડિયારનગર ચાર રસ્તા પર વચ્ચે મૂકાયેલી બેરીકેડથી અકસ્માતનો ભય

           વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારીના કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે.ખોડીયાર નગર ચાર રસ્તા પર પાણીની લાઈન લીકેજ  બાદ યોગ્ય પેચ વર્ક નહીં કરી બેરીકેટ રાખી મુકાતા પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અકસ્માતનો ભય વ્યાપ્યો છે.ત્યારે સામાજીક કાર્યકરે ચાર રસ્તા પર વચ્ચે સર્કલ સાથે તાત્કાલિક યોગ્ય સમારકામ કરી ખાડા પુરવાની માંગ કરી હતી. વડોદરા શહેરના હરણી એરપોર્ટથી સરદાર એસ્ટેટ તરફ જતા માર્ગ પર ખોડિયાર નગર ચાર રસ્તા પર ભુવા પડવા ,પાણીની લાઈન લીકેજ થવાની સમસ્યા આમ બની છે.પરંતુ સમસ્યાના નિરાકરણ બાદ ખાડાઓ નહીં પુરી જરૂરી કામગીરીના અભાવે અનેક વાહનચાલકો અને રાહદારીઓ છાશવારે તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.હાલમાં જ થોડા સમય પૂર્વે ખોડિયાર નગર ચાર રસ્તા પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું.જે બાદ કોર્પોરેશન દ્વારા અહીં ખાડાઓ ખોડી યોગ્ય સમારકામ નહીં કરી આજદિન સુધી બેરીકેટ ખડકી દેવાતા અવર જવર કરતા વિસ્તારના લોકો અને વાહનચાલકોને ઘણી તકલીફો વેઠવી પડી રહી છે.ત્યારે પાણીપુરવઠા શાખા અને રોડ શાખામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે સામાજીક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top