દરેક વ્યક્તિ કોરોના યુગમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સની અછતથી વાકેફ છે, પરંતુ જો લોકો એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરતા પકડવામાં આવે તો આનાથી વધુ શરમજનક કંઈ હોઈ શકે નહીં. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના વારાણસીથી સામે આવ્યો છે.
ખરેખર, આ આખી ઘટના વારાણસી સ્થિત રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે, આવું જ કંઈક અહીં સુજાબાદ ચોકીમાં બન્યું છે. એમ્બ્યુલન્સમાં રંગરેલિયા માણતી વખતે પોલીસે ત્રણ યુવક અને એક યુવતીને પકડી પાડ્યા હતા અને એમ્બ્યુલન્સ કબજે કરી જેલ હવાલે કરી ચારે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ બધું ત્યારે બન્યું જ્યારે લોકોને સુજાબાદ પોલીસ ચોકી નજીકના સુમસાન વિસ્તારમાં લાંબા સમય સુધી એક એમ્બ્યુલન્સ લોક થયેલી જોવા મળી, લાંબા સમય પછી પણ જ્યારે એમ્બ્યુલન્સ ન ગઈ ત્યારે વિસ્તારના લોકોને શંકા ગઈ અને તેમણે પોલીસને બોલાવી તપાસ હાથ ધરી હતી.
લોકોની રજૂઆતને પગલે પોલીસે પણ સતર્કતા દાખવી તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે બંધ એમ્બ્યુલન્સમાંથી ત્રણ યુવકો અને એક યુવતીને ઝડપી લીધી હતી. આ પછી ચારેય અને એમ્બ્યુલન્સને પણ રામનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. રામનગર પોલીસ સ્ટેશન ચોપડે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્રણેય યુવકો વિરુદ્ધ જાહેર સ્થળે આવી કૃત્ય કરવાના આરોપસર જેલમાં મોકલી આપ્યા હતા. આ સાથે એમ્બ્યુલન્સ પણ જપ્ત કરી લેવામાં આવી હતી. આ અંગે કોતવાલી સર્કલના એસીપી પ્રવીણસિંહે જણાવ્યું હતું કે જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરવા બદલ ચારેય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને એક એમ્બ્યુલન્સ પણ કબજે લેવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે એમ્બ્યુલન્સ માંડુઆડીહ વિસ્તારના ગંગા સેવા સદન તરીકે ઓળખાતી ખાનગી હોસ્પિટલની છે, જેને હોસ્પિટલો દ્વારા યુવકને ભાડા પર ચલાવવા માટે આપવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ પણ આ હોસ્પિટલની વધુ અનેક ફરિયાદો અને ગેરરીતિઓ મળી હતી, જેની તપાસ હજી ચાલુ છે.