Dakshin Gujarat Main

ક્રિકેટ મેચ હારી જતાં ખેલાડીએ ટ્રેક્ટરથી પીચ ખોદી નાંખી, દમણનો વીડિયો વાયરલ થયો

દમણ: (Daman) શેરી, મહોલ્લામાં ક્રિકેટ રમતી વખતે ઝઘડો થવો, બેટથી એકબીજાને મારવા જેવી અનેક ઘટનાઓ બનતી જોઈ અને સાંભળી હશે, પરંતુ દમણમાં એવી ઘટના બની જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. દમણમાં ક્રિકેટની મેચ (Cricket Match) હારી (Loss) જતાં નારાજ ખેલાડી (Player) મેદાનમાં ટ્રેક્ટર (Tractor) લઈ આવ્યો હતો અને પીચ (Pitch) સહિત આખુંય મેદાન ખોદી (Dug) નાંખ્યું હતું. આ ઘટનાનો વીડિયો (video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થઈ રહ્યો છે.

  • દમણમાં આયોજકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
  • રવિવારે બે લોકલ ટીમ વચ્ચે એક મેચ રમાડાવાની હતી
  • સમયસર નહીં આવેલી ટીમને આયોજકોએ હારેલી જાહેર કરતા બબાલ થઈ

આ અંગે મળતી માહિતી અનુસાર સંઘપ્રદેશ દમણ ખાતે પટલારા ગામમાં એક મેદાનમાં લોકલ ટીમ વચ્ચે મેચો રમાડવા માટે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આયોજકો દ્વારા તે માટે સ્પેશ્યિલ પીચ બનાવડાવાઈ હતી. ગયા રવિવારે તા. 13મી ફેબ્રુઆરીના રોજ અહીં બે ટીમો વચ્ચે એક મેચ રમાઈ હતી. બંને ટીમો દમણની જ હતી. જોકે, બે પૈકી એક ટીમ સમયસર ગ્રાઉન્ડ પર પહોંચી નહોતી, તેથી ટુર્નામેન્ટના આયોજકોએ મેચ રમાડ્યા વિના જ હરીફ ટીમને વિજેતા જાહેર કરી દીધી હતી.

થોડી વાર બાદ ત્યાં બીજી ટીમના ખેલાડીઓ જઈ પહોંચ્યા હતા, તેઓને હારેલા જાહેર કરી દેવાયા હોવાની જાણ થતાં ખેલાડીઓ ગુસ્સે ભરાયા હતા. આયોજકો અને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી. ગાળાગાળ અને બોલાચાલી થઈ હતી. દરમિયાન એક ખેલાડીને તો એટલો ગુસ્સો આવ્યો હતો કે તે નજીકના એક ઘરમાં ટ્રેક્ટર લઈ આવ્યો હતો. આ ખેલાડી ટ્રેક્ટર સીધું જ પીચ પર લઈ ગયો હતો અને આખી પીચ ખોદી નાંખી હતી. અહીં સંતોષ નહીં માનતા ખેલાડીએ મેદાન પર પણ ટ્રેક્ટર ફેરવી દીધું હતું. આયોજકો અને અન્ય ખેલાડીઓ દ્વારા તેને રોકવા પ્રયાસ કરાયો હતો, પરંતુ તે કોઈની વાત માનવા તૈયાર નહોતા.
ખેલાડી દ્વારા પીચ અને મેદાન ખોદી નાંખવાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો..

Most Popular

To Top