Dakshin Gujarat

થર્ટી ફર્સ્ટની રાત્રે દમણમાં રહેવાની રૂમ ન મળે તો કરજો ફોન, સાંસદની ટુરીસ્ટ માટે મોટી જાહેરાત

દમણઃ આજે થર્ટી ફર્સ્ટની રાત્રે દમણમાં ઉજવણી કરવા માટે શોખીનો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. લોકો એન્જોય કરવા જતા હોય છે. ભીડ વધુ હોવાના લીધે દમણમાં ટુરીસ્ટને રહેવાની જગ્યા મળતી નથી. તેથી નશો કર્યા બાદ મજબુરીવશ દમણ છોડી જવું પડે છે. નશો કરનારાઓને દમણ બોર્ડર પર ગુજરાત પોલીસ પકડી લેતી હોય છે. આવા ટુરીસ્ટને કોઈ તકલીફ ન પડે તે માટે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે મોટી જાહેરાત કરી છે.

  • નશાની હાલતમાં ગાડી હંકારવા અને ગુજરાત બોર્ડર પર પોલીસ દ્વારા દારૂ પીને આવનારાઓને પકડવાની કાર્યવાહી ને જોતા સાંસદે પર્યટકો માટે રહેવાની સગવડ કરી

દમણમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરવા આવતા ટુરીસ્ટ માટે દમણ-દીવના સાંસદે રહેવાની સગવડ કરી છે. મોડી રાત્રે નશાની હાલતમાં ગાડી હંકારવા અને ગુજરાત બોર્ડર પર પોલીસ દ્વારા દારૂ પીને આવનારાઓને પકડવાની કાર્યવાહી ને જોતા સાંસદે પર્યટકો માટે રહેવાની સગવડ કરી છે. ભેંસલોર ચાર રસ્તા પાસે આવેલા કોળી પટેલ સમાજના હોલમાં દમણ-દીવનાં સાંસદ ઉમેશ પટેલ દ્વારા પુરુષ અને મહિલાઓના રહેવા માટે જરૂરી સગવડ કરી છે.

હોલમાં રાત્રે સુવા માટે ગાદલા, તકીયા, પીવા માટેનું પાણી, લીંબુ શરબત સહિત જરૂરી દવાઓ અને સવારે ચા-નાસ્તા સહિતની સાંસદે સગવડ કરી છે. કોઈપણ પર્યટકો હોય જેમની પાસે રહેવાની સગવડ ન હોય તેમણે નશાની હાલતમાં ગાડી હંકારી ને જીવના જોખમે અન્ય જગ્યાએ ન જવા અપીલ કરી છે. આ લોકોએ સાંસદ ઉમેશ પટેલને ફોન કરવો અથવા તો સીધા જ કોળી પટેલ સમાજના હોલમાં જતા રહેવું. અહીં તેઓને ઉંઘવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

Most Popular

To Top