દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના જામપોર બીચ (Jhampor Beach) પર ગુરુવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. લખનૌથી ફરવા આવેલા પરિવારની પાંચ યુવતીઓ (Girls) દમણના દરિયામાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતા (Drowning) ચારનાં મોત નિપજ્યા છે જ્યારે એક યુવતીનો બચાવ થયો છે. દરિયામાં દૂર સુધી પહોંચી ગયેલી ડૂબી રહેલી યુવતીઓએ બૂમાબૂમા કરી હતી પરંતુ કોઈ બચાવમાં ગયું ન હતું. જોતજોતામાં યુવતીઓ દરિયાના ઊંડા પાણીમાં ગરક થઈ હતી. ચાર યુવતીઓના મોતના કારણે કિનારા પર ઉભેલા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. બાદમાં પરિજનોએ જ ચારેય યુવતીઓના શબ બહાર કાઢ્યા હતા.
ઉત્તર પ્રદેશના લખનૌથી આવેલો પરિવાર તેમના વાપી અને દમણમાં રહેતા સગા સંબંધીઓ સાથે ગુરૂવારનાં રોજ દમણના મોટી દમણ જામપોર દરિયા કિનારે ફરવા ગયા હતા. જ્યાં પરિવારની 5 છોકરીઓ દરિયામાં ન્હાવાની મઝા માણવા ગઈ હતી. અચનાક યુવતીઓ ઊંડા પાણી તરફ જતાં તરતા ન આવડતા ડૂબવા લાગી હતી. અચાનક મોજ મસ્તીનો માહોલ ગમગીનીમાં ફેરવાયો હતો. યુવતીઓ ઉંડા પાણીમાં ગરક થઇ જતા તેમને તરવાનું નહી આવડતા તેઓ ડુબવા લાગી હતી. બુમાબુમ થતા દરિયા કિનારે બેઠેલો પરિવાર હેબતાઇ ગયો હતો. પરિવારે છોકરીઓને બચાવવા બુમો પાડી હતી અને મદદ માંગી હતી. જો કે કોઇને પણ તરતા નહી આવડતું હોવાથી સમયસર મદદ ન મળતા 4 યુવતીઓ ડુબી ગઈ હતી.
જોકે આ ઘટનામાં પરિવારના મોભીએ જીવના જોખમે યુવતીઓને બચાવવાનો પ્રયાસ કરતા એક છોકરીને બચાવવામાં સફળતા મળી હતી. પરિવારે છોકરીઓને બચાવવા મદદની માંગ કરી હતી. દરિયા કિનારે કોઈપણ મદદે ન આવતા આખરે પરિવારનાં એક મોભીએ પોતાના જીવને જોખમમાં મુકી છોકરીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં એક છોકરીને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે લાંબા સમય સુધી કોઈ મદદે ન આવતા આખરે 4 છોકરીઓનાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા. આખરે પરિવારનાં સદસ્યોએ એ જ ચારેય છોકરીઓની લાશને બહાર કાઢી હતી.
ચારેય છોકરીઓને એમ્બ્યુલન્સ મારફતે મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવા પામી હતી. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી હતી. પરિવારના સભ્યોએ આક્ષેપ સાથે જણાવ્યું કે આટલા મોટા દરિયા કિનારે વિકાસ કર્યો હોવા છતાં કોઈપણ પ્રકારની સુવિધા કે સલામતી ન હતી. બાળકીઓના પરિવારના સભ્યોએ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓને દમણના બીચ ઉપર લાઈફ ગાર્ડ પણ ન હોવાથી બાળકીઓ જીવ ગુમાવવો પડ્યો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. જો સમય સર મદદ મળી હોત તો આજે જીવ ગુમાવનાર છોકરીઓ જીવીત હોત. કોસ્ટલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.