દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) એક વિધર્મી યુવાને 14 વર્ષની તરુણીને લગ્નની (Marriage) લાલચ આપી તેણી પર બળાત્કાર (rape) ગુજારી ગર્ભવતી (Pregnant ) બનાવી દીધા બાદ તરછોડી દેતા પોલીસ (Police) ફરિયાદ થઈ હતી. પકડાયેલા આરોપીને આખરે દમણ કોર્ટે (Court) 20 વર્ષની સખત કેદની સજા (Punishment) ફટકારી છે.
15 ડિસેમ્બર 2020માં રમણભાઈની બિલ્ડિંગમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વતની રાશિદ ગફારખાન (ઉવ.23)એ એક 14 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી તેણી સાથે બળાત્કાર ગુજારી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ બાબતે તરૂણીના પરિજનોએ નાની દમણ પોલીસ મથકે વિધર્મી યુવાન વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઈ પોલીસે આ મામલે બળાત્કાર અને પોક્સોની કલમ ઉમેરી આરોપી વિધર્મી યુવાનની તે જ દિવસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
આ કેસની તપાસ કરતા નાની દમણ પોલીસ મથકના પીઆઈ સોહિલ જીવાણી અને પીએસઆઇ ભાવિની હળપતિએ તમામ તપાસ અને નિવેદનો લઈ 8 ફેબ્રુઆરી 2021 ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે 15 માર્ચ મંગળવારના રોજ આ કેસની અંતિમ સુનાવણી દમણની સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાય દ્વારા ધારદાર દલીલ કરતા કોર્ટના જજ પી.કે. શર્મા એ કેસના આરોપી રાશિદ ગફાર ખાનને 20 વર્ષની સખત કેદ અને રૂ.2000 હજારનો દંડ ફટકાર્યો હતો.
ચીખલીના રાનવેરી ખુર્દ ગામે જુગાર રમતા 12 ઝડપાયા
નવસારી, ઘેજ : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ચીખલી રાનવેરી ખુર્દ ગામે જુગાર રમતા 12ને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દ ગામે માહ્યાવંશી મહોલ્લામાં રાકેશભાઈ છોટુભાઈ રાઠોડ તેમના મહોલ્લાની બાજુમાં આવેલા કોતરવાળી ખુલ્લી જગ્યામાં બહારથી જુગાર રમતા ઇસમોને બોલાવી તેઓને જુગાર રમવાના સાધનો તથા સવલત પૂરી પાડી નાળ પેટે પૈસા ઉઘરાવી ગંજી પાના વડે પૈસાથી હાર-જીતનો જુગાર રમી-રમાડે છે અને હાલ તે જગ્યાએ જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ છાપો મારી જુગાર રમતા 12 લોકોને ઝડપી પાડ્યા હતા.
જેમાં ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા રાકેશભાઈ છોટુભાઈ રાઠોડ, વાંસદાના દોલધા ગામે મોટા ફળીયામાં રહેતા જયદીપ ગણેશભાઈ પટેલ, ચીખલીના ખુડવેલ ગામે મંદિર ફળીયામાં રહેતા ધર્મેન્દ્રભાઈ મગનભાઈ પટેલ, મહુવાના સાંબા ગામે મેડિયા ફળીયામાં રહેતા વિપુલભાઈ ઉમેદભાઈ પટેલ, ચીખલીના મજીગામે છાપરા ફળીયામાં રહેતા મેહુલભાઈ નટુભાઈ પટેલ, ચીખલીના રાનવેરીકલ્લા ગામતળ ફળીયામાં રહેતા સતીશ ચંદ્રસિંહ પરમાર, સુરત અડાજણ એલ.પી. સવાણી સ્કુલની સામે નીલકંઠ સોસાયટીમાં રહેતા હિરેન શાંતિલાલ પટેલ, ચીખલીના ખરોલી ગામે બસ સ્ટોપ ફળીયામાં રહેતા મુકેશભાઈ રમણભાઈ રાઠોડ, ચીખલીના આલીપોર પટેલ ફળીયામાં રહેતા ઇમરાન ફકીર મંગેરા, વલસાડ તાલુકાના કચી ગામે પારસી ફળીયામાં રહેતા જીતેન્દ્રભાઈ ધીરૂભાઈ પટેલ, જલાલપોરના એરૂ ગામે મોટા ફળીયામાં રહેતા રાકેશભાઈ મગનભાઈ પટેલ અને દિનેશભાઈ હીરાભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા.
જ્યારે પોલીસે ચીખલી તાલુકાના ખરોલી ગામે માહ્યાવંશી મહોલ્લામાં હરીજનવાસમાં રહેતા રીતેશભાઈ માધુભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી આરોપીઓના અંગઝડતીમાંથી રોકડા 48,430 રૂપિયા, દાવ પરના રોકડા 12 હજાર રૂપિયા, નાળ પેટે ઉઘરાવેલા 3500 રૂપિયા અને 1.11 લાખ રૂપિયાના 16 મોબાઈલ મળી કુલ્લે 1,75,430 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.