Charchapatra

દમણ એક પર્યટન સ્થળ તરીકે વિકાસ થઇ રહ્યું છે

પહેલાંનું દમણ એક કસબા જેવુ હતું. આજે દમણ શહેર જેવું બની ગયું છે. આજે તમે દમણ જાવ તો પોટ્ટગલનો કિલ્લો, જામપોર બીચ તેનાથી આગળ જાવ આખા દરિયાકિનારે ખાળા સાંધી એક હવા ખાવાનું સ્થળ બનાવ્યું છે. પોટ્ટુગલ કિલ્લો જોવાલાયક છે. મારું અંગત માનવું છે કે દરિયાકિનારાની સામે જે ખુલ્લી જગ્યા છે તેમાં દમણ ટુરીઝમ વિભાગે કોટેજ બનાવવા જોઇએ તેમાં ફકત 1 બાલ્કની- 1 હમ- તથા જોઇન્ટ સંડાસ-બાથરૂમ બનાવી તેની ભાડાની આવક ઊભી કરી શકાય છે. તેનાથી આગળ જતાં વેજ રસોડું, નોનવેજ રસોડું, બિયર બાર-વાઇ સોપ એક જ સર્કલમાં હોય તેમાં ફકત દમણનિવાસીઓને નોકરી પર રાખો એટલે આવકની સાથે રોજગારીનો પ્રશ્ન પણ હલ થાય. અંતમાં ટુરીઝમના પૈસાથી ટુરીઝમ પોતાનો વિકાસ કરવો જોઇએ તેની સાથે ટુરીઝમ વિભાગે પણ કિલ્લાની સારસંભાળ રંગરોગાન જામપોર બીચ તથા દરિયા કિનારો સ્વચ્છ અને સુંદર રાખવાનો.
સુરત     – મહેશ આઇ. ડોક્ટર      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.                  

નવા વર્ષનાં કર્મો
જિંદગીનાં વર્ષો સડસડાટ નીકળી જાય છે.  2025માં આગમનમાં કરી ચૂક્યા છે. વીતેલા વર્ષની સુખરૂપ યાદોને સેવ કરી, નવા વર્ષમાં નવીન ઉત્સાહ-ઉમંગ, આત્મવિશ્વાસ અને સત્કર્મોથી એપ તૈયાર કરી, જીવનને સંગીન બનાવવા સૌ કોઈ રેડી છે. આ અંગે થોડાં અંગત સૂચનો છે. (1) ગત વર્ષનાં અધૂરાં કાર્યોને પૂરી ધગશ અને નિષ્ઠાથી આગળ વધારો. ‘પરમ કૃપાળુ પરમાત્મા જરૂર સાથ આપશે. (2) સંબંધોમાં પડેલી તિરાડને, પ્રેમરૂપી પૂરણ પૂરી, સંબંધ રીન્યુ કરો, જેમાં બંને પક્ષોને આનંદ થશે જ. (3) તમારા નાણાંનું આયોજન સુરક્ષિત રાખો. પરિવાર પ્રથમ પ્રાધાન્ય આપો. (4) બિનજરૂરી સરખામણી આડંબરથી દૂર રહો. (5) તમારા તથા પરિવારજનોના સ્વાસ્થ્યની પૂરેપૂરી કાળજી રાખો એ જ સાચી મૂડી છે. (6) તહેવારો, પ્રસંગો જરૂર ઉજવો, પણ ખોટા બિનજરૂરી ખર્ચાથી દૂર રહો. Penny Saved is penny  બચત કરવી (7) વિકટ દુ:ખદ પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા જાળવો.
સુરત     –  દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top