દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણમાં રવિવારના રોજ એક સાથે 9 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગની (Health Department) ચિંતામાં ફરી વધારો થયો છે. વિભાગની ટીમે તમામ 9 જેટલા પોઝિટિવ દર્દીઓને મરવડની સરકારી હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં દાખલ કરી તેમની સારવાર આરંભી છે. જેને લઈ હવે દમણમાં 11 જેટલા પોઝિટિવ દર્દીઓ થયા છે. આજરોજ ફક્ત એક જ દર્દી સ્વસ્થ તથા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1393 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયો છે. જ્યારે અગાઉ એક વ્યક્તિનું કોરોનાને લઈ મોત નિપજયું હતું. હજી સુધી પ્રદેશમાં એક પણ જગ્યાએ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો નથી.
નવસારી- વલસાડમાં કોરોનાના નવા 1-1- કેસ સામે આવ્યા
નવસારી, વલસાડ : નવસારી અને વલસાડ જિલ્લામાં આજે કોરાનાના નવા1-1- કેસ સામે આવ્યા હતા. નવસારી જિલ્લામાં ગત શુક્રવારે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જયારે ગત શનિવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે આજે રવિવારે વધુ એક કેસ કોરોનાનો નોંધાયો છે. જેમાં નવસારીના સીંધીકેમ્પમાં રહેતા મહિલા આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં કુલ કોરોનાનો આંકડો 1588 પર પહોંચ્યો છે. જ્યારે આજે 3 દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 1476 દર્દીઓ સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં હાલ કુલ 10 કોરોનાના કેસો એક્ટિવ છે. આજે 239 લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેથી જિલ્લામાં કુલ 146190 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 1443363 સેમ્પલ નેગેટીવ આવ્યા હતા. વલસાડ જિલ્લામાં રવિવારે કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. નોંધાયેલા કેસમાં વલસાડ પાલિકા વિસ્તારના બુધાર ભગવાનનીની ચાલ 74 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1377 કેસ નોંધાયા છે,જે પેકી 1212 સારા થયા છે અને 12 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 38757 ટેસ્ટ કર્યા છે,જે પેકી 37380 નેગેટિવ અને 1377 પોઝિટિવ નોંધાયા છે.