દમણ: (Daman) સંઘ પ્રદેશ નાની દમણના દરિયા કિનારા (Beach) પર પર્યટકોની (Tourist) અવર જવર પર હાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નાની દમણના સમુદ્ર કિનારે ચાલી રહેલા નિર્માણ કાર્ય તથા રસ્તાના કાર્યમાં પર્યટકોની મુલાકાત તથા તેમના વાહનોની અવરજવરને લઈ ચાલી રહેલા નિર્માણ કાર્યમાં અવરોધ આવતો હોવાને કારણે પ્રદેશના કલેક્ટરે કલમ 144 લગાવી આ વિસ્તારને લોકોની અવરજવર માટે બંધ (Closed) કર્યો છે.
- નાની દમણના દરિયા કિનારા પર પર્યટકોની અવર જવર પર પ્રતિબંધ
- સમુદ્ર નારાયણ મંદિરથી લઈ દેવકા પ્રિન્સેસ પાર્ક સુધી ચાલી રહેલા રોડના કામમાં અવરોધ ઉભો ન થાય તે માટે નિર્ણય લેવાયો
- પર્યટકો તથા વાહનોની અવર જવરને પગલે કલમ 144 લગાવી દેવામાં આવી
પ્રદેશના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તપસ્યા રાઘવ દ્વારા આજે એક ઓર્ડર જાહેર કરી જણાવ્યું છે કે, નાની દમણના સમુદ્ર નારાયણ મંદિરથી લઈને દેવકા પ્રિન્સેસ પાર્ક હોટલ સુધી દરિયા કિનારા પર રસ્તા તથા અન્ય વિકાસીય કાર્યનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ચાલી રહેલા નિર્માણ કાર્યની વચ્ચે પર્યટકોના વાહનો તથા અન્ય નાગરિકોની અવર-જવરના કારણે નિર્માણ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. અને નિર્માણ કાર્યનું કામ કરી રહેલી એજન્સીના માણસોને પણ અનેક અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
સાથે અહીંથી પસાર થતા લોકો અને પર્યટકોની સલામતી પણ જોખમાય રહી છે. ત્યારે નિર્માણ કાર્યને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય એ હેતુથી કલેક્ટરે ફોજદારી કાર્યવાહીની સંહીતા 1973 ની કલમ 144 ની આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આ વિસ્તારમાં વાહનો, પર્યટકો તથા અન્ય નાગરિકોની અવરજવર પર બીજો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને જે કોઈપણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરતા નજરે પડશે તેવા વ્યક્તિ સામે કલમ 188 હેઠળ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
શિયાળાની ઋતુના પગરવ વચ્ચે સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા
સાપુતારા : ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા તેના આહલાદક વાતાવરણનાં પગલે પ્રવાસીઓમાં પ્રખ્યાત જોવા મળે છે. ગિરિમથક સાપુતારામાં આહલાદક વાતાવરણ અને વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનાં પગલે બારેમાસ પ્રવાસીઓનો પગરવ જોવા મળી રહે છે. હાલમાં નવેમ્બર મહિનામાં દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયુ છે અને શિયાળાની ઋતુ પણ ધીરે ધીરે પગરવ માંડી રહી છે. ત્યારે હાલમાં શનિ રવિની રજાઓમાં ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરિમથક સાપુતારાનાં બોટીંગ, રોપવે, પેરાગ્લાયડીંગ સહિત વિવિધ એડવેન્ચર સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ઉમટી પડી આસ્વાદ માણ્યો હતો. તો બીજી તરફ સનરાઈઝ પોઈંટ, ટેબલ પોઈંટ, સ્ટેપ ગાર્ડન, વન ચેતના ગાર્ડન, રોઝ ગાર્ડન, સર્પ ગંગા તળાવનાં વોક વે પર પણ પ્રવાસીઓની ભીડ જામી હતી.