Dakshin Gujarat

દમણનો દરિયા કિનારો વીકએન્ડ પર બંધ, જાણો શું છે મામલો…

દમણ: સંઘપ્રદેશ દમણના તમામ દરિયા કિનારે સાફ સફાઈ અભિયાન હાથ ધરવાને લઈને પ્રદેશના દરિયા કિનારે પર્યટકો અને સ્થાનિક લોકોની અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આરતી અગ્રવાલ દ્વારા એક આદેશ જારી કર્યો છે.

  • સ્કૂલોમાં વેકેશન શરૂ થઈ ગયું છે ત્યારે વીકેન્ડ પર જ કિનારો બંધ કરી દેવાયો!
  • દમણનો દરિયા કિનારો આજે બંધ, વીકેન્ડ ઉજવવા ઈચ્છુક પર્યટકોમાં ભારે નારાજગી
  • દમણના તમામ દરિયાકિનારે સફાઈ હાથ ધરાવાની હોવાથી કલેક્ટરના આદેશ

જે મુજબ શનિવાર 29મી માર્ચ 2025ના રોજ દમણના તમામ દરિયા કિનારે વહેલી સવારે 6 કલાકથી મોડી સાંજ સુધી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સફાઈ અભિયાનમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે અને સફાઈ કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે તમામ દરિયા કિનારે પ્રદેશની મુલાકાતે આવતા પર્યટકો અને સ્થાનિક લોકોની અવરજવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

જે કોઈ પણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરતા નજરે પડશે તેવા લોકો સામે કાયદાકીય પગલાં ભરી તેમને સજાને પાત્ર ઠેરવવામાં આવશે. ત્યારે વીક એન્ડમાં દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે અને હાલમાં બાળકોનું વેકેશન પણ શરૂ થઈ ગયું છે, ત્યારે આ પ્રમાણે વીક એન્ડમાં જ દરિયા કિનારાને લોકોની અવરજવર માટે બંધ કરી દેતાં પર્યટકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.

Most Popular

To Top