બિહાર: બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામા (Dalai Lama) બિહાર (Bihar) નાં બોધ ગયા (Bodh gaya) માં રોકાયા છે. આજથી કાલચક્ર મેદાનમાં તેમનો અધ્યાપન પણ શરૂ થયો છે. 40 દેશોમાંથી 50 હજારથી વધુ બૌદ્ધ ભક્તો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ દરમિયાન દલાઈ લામાની જાસૂસી કરવા માટે ચીનની એક મહિલા જાસૂસ (Chinese Spy) અહિયાં હોવાની આશંકા સેવાઈ રહી છે. જેના પગલે હડકંપ મચી ગયો હતો. ગયા પોલીસ સોશિયલ મીડિયાની મદદથી આ શંકાસ્પદ ચીની મહિલાને શોધી રહી હતી અને ત્યારબાદ તેની ધરપકડ (Arrest) પણ કરાઈ છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સી અને ગુપ્તચર એજન્સીઓ પણ આ અંગે ખૂબ સક્રિય થયા હતા.
2019માં મહિલાઓ ભારત આવી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા વર્ષ 2019માં ભારત આવી હતી. પરંતુ તે ચીન પરત ફરી ગઈ હતી. અને ત્યારબાદ તે ફરીથી ભારત આવી હતી અને પછી નેપાળ ગઈ હતી. નેપાળમાં થોડા દિવસો વિતાવ્યા બાદ તે બોધગયા પહોંચી હતી. ગયા સિટી પોલીસના એસપી અશોક પ્રસાદ હાલ તો તેની પૂછપરછ કરી રહ્યા છે.
ચીની મહિલાનો સ્કેચ બહાર પાડવામાં આવ્યો હતો
આ શંકા સ્પદ ચીનો મહિલા દલાઈ લમાંની જાસુસી કરી રહી હતી તેવી પાક્કી માહિતી ગુપ્તચર એજન્સીને મળી હતી. ઉલ્આલેખનીય છે કે પહેલા બિહાર પોલીસે આ ચીની મહિલાનો સ્કેચ જાહેર કર્યો હતો આ શંકાસ્પદ જાસૂસ અંગે દલાઈ લામાની સુરક્ષાને લઈને બોધ ગયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એવું જાણવા મળી રહ્યું હતું ભિક્ષુકના વેસ ધારણા કરનારી આ ચીની મહિલા દ્વારા બૌદ્ધ પૂજારીને ધમકી આપવામાં આવી હતી.
ધમકીને લઇને દલાઈ લામાની પ્રતિક્રિયા સામે આવી હતી
આવી ધમકીને લઈને દલાઈ લામાએ કહ્યું કે મારામાં ગુસ્સો ભડકાવનારાઓ પ્રત્યે મારામાં કોઈ જ અણગમો નથી ઉદ્ભવ્યો. દલાઈ લામા લગભગ એક મહિના માટે બોધ ગયામાં રોકાણ કરવાના છે. અને આ સાથે જ તેમની સુરક્ષા માટે તિબેટ મંદિરથી મહાબોધિ મંદિર સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
દલાઈ લામાના બોધગયા આગમન પર કડક સુરક્ષા વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે દલાઈ લામા ગત 22 ડિસેમ્બરે બોધ ગયા પહોંચ્યા હતા. જ્યાં તેમના અનુયાઈઓની મોટી ભીડ તેમને જોવા માટે એકઠી થઈ હતી. અહીં તેમણે ગર્ભગૃહમાં વિશ્વ શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે બોધિ વૃક્ષ નીચે ધ્યાન પણ કર્યું. મંદિરમાં તેમના રોકાણ સુધી અન્ય ભક્તોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગયાના જિલ્લા મેજિસ્ટ્રેટ ત્યાગ રાજન એસએમએ જણાવ્યું કે દલાઈ લામાના બોધગયા આગમન પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બોધગયામાં સીસીટીવી કેમેરાની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોની મદદ લઈ રહી હતી પોલીસ
પોલીસ શંકાસ્પદ ચીની મહિલાની શોધમાં સ્થાનિક લોકોની મદદ પણ લઈ રહી હતી. આ કામમાં ગુપ્તચર વિભાગ પણ સક્રિય થઇ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા પોલીસ હેડક્વાર્ટર દ્વારા ગયા પોલીસને ગયામાં એક ચીની જાસૂસની હાજરીની જાણકારી આપી હતી. હવે જ્યારે મહિલાનો સ્કેચ જાહેર થયો હતો ત્યારે આ વાત બધાની સામે આવી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા જાસૂસ દલાઈ લામા અને બોધ ગયા સાથે જોડાયેલા કાર્યક્રમની જાણકારી મેળવવા માટે અહીં પહોંચી હતી.