હાલમાં જ અમેરિકામાં ન્યુટ્રિશ્યન્સ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવ્યું કે દાળ-ભાત દુનિયાના સૌથી વધુ પૌષ્ટિક આહાર છે. દાળ-ભાત ખાવાથી એસીડીટી કે અપચો કે કબજિયાત પણ થતી નથી. દાળ-ભાત તો દિલની બિમારીના ખતરાથી પણ શરીરને બચાવે છે. બીજું કે દાળ-ભાતમાં કેલેરીની માત્રા ઘણી ઓછી હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને આ કારણે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. દાળ-ભાત એક એવું વ્યંજન છે કે જેને ગરીબ માણસ પણ સહેલાઇથી મેળવી શકે છે તે બનાવવામાં પણ સરળ છે. દાળ-ભાત આમ તો ગુજરાતીઓનો મુખ્ય ખોરાક કહી શકાય અને એને બધે જ ગુજરાતીઓને દાળ-ભાત ખાઉં તરીકે દુનિયા ઓળખે છે પણ ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે આપણા સાદા સીધા દાળ-ભાતને અમેરિકામાં ન્યૂટ્રિશયન્સ કોન્ફરન્સમાં સ્થાન મળ્યું અને એટલું જ નહીં પોસ્ટિક આહાર તરીકે જાહેર કરવામાં આવ્યું આને માટે આપણને ગૌરવ થાય એ સ્વાભાવિક છે.
સુરત – શીલા ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દુર્દશા કે માઠી દશા
એક એસટી નિવૃત્ત કર્મચારીની વ્યથા- જી.એસ.આર.ટી.માં 1974 માં ભરતી થઇ 2006 માં સેવા નિવૃત્ત (32 વર્ષ) નિવૃત્ત થયેલ નિવૃત્ત સમયે રૂ. 802/- મારું પેન્સન ફીકસ થયું. થોડા વર્ષ બાદ રૂા. 1002/- પેન્સન થયું અને હાલ 2024માં રૂ. 1502/- પેન્સન મળી રહ્યું છે. વરસાદ-ઠંડી-ગરમીમાં પણ સંસ્થાના આદેશુનાર 12 કલાકથી 36 કલાક સતત ફરજ બજાવી હાલમાં મળતા પેન્સનમાંથી મારા કુંટુંબને સારી રીતે નથી આર્થિક મદદ કરી શકતો નથી મારી જીવન-જરૂરીયાતો પૂરી કરી શકતો નથી સમાજમાં માનપૂર્વક જીવી શકતો અમારા પેન્સન બાબતે એસ.ટી.ના માન્ય યુનિયનો દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરી જ છે અને હાલમાં પણ રજૂઆત થઇ રહી છે.
તો શું એસ.ટી. ના કર્મચારીઓ રાત-દિવસ જોયા વિના ભોગ આપે છે, ફરજ બજાવે છે આ સેવા આવશ્યક સેવા ન ગણાય ? 32 વર્ષ 35 વર્ષ કે 38 વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થયેલ છે જેમની સેવાની કદર કરી રૂ. 1500/- કે 2500/-નું પેન્સન આપી કદરદાની સરકાર કરે છે ? એસટીના નિવૃત્ત કર્મચારીઓી એક જ વિનંતી અમારા પ્રશ્નોને બુલેટ ટ્રેનની ગતિએ પ્રાયોરીટી આપી તાત્કાલિક નિરાકરણ કરો કર્મચારીઓને દર છ માસે વાર્ષિક ઇજાફો મળે અને છેલ્લા પગારની 50 ટકા રકમ પેન્સન તરીકે નિશ્ચિત થાય એજ આશરે 65000/- એસ.ટી. નિવૃત્ત કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે અને માનભેર નિવૃત્ત જીવન પેન્સન જીવી શકે. આવા નિગમના કર્મચારીઓને પણ સરકારી કર્મચારીના પેન્સન ભટ્ટા સાથે સમાન બનાવો.
નવસારી – એન. ગરાસીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
