સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસ એ વિન્ટર શિડ્યુલથી કેટલાક ફેરફારો કર્યા છે.એર ઇન્ડિયા એક્સપ્રેસ ઓકટોબરમાં સુરત વાયા દિલ્હી વારાણાસીની ડેઇલી ફ્લાઇટ શરૂ કરશે.એરલાઇન્સે વારાણાસીનો નવો સ્લોટ મંજૂર કરાવી લીધો છે.
- દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં અયોધ્યા જવા મુંબઈથી ફ્લાઇટ પકડતા હોવાથી એરલાઇન્સનો નવો પ્રયોગ
- ઓકટોબર 2024 માં એરઈન્ડિયાની આ ફ્લાઇટ બપોરે 1 વાગ્યે દિલ્હી જવા ઉડાન ભરી વારાણાસી સાંજે 06.10 કલાકે પહોંચશે
એરલાઇન્સનાં નિર્ણય પાછળ મોટી સંખ્યામાં ટ્રેનમાં અને મુંબઈ એરપોર્ટ બનારસ જતાં યાત્રાળુઓની સંખ્યા કારણભૂત છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં અયોધ્યા જવા મુંબઈથી ફ્લાઇટ પકડતા હોવાથી એરલાઇન્સ આ નવો પ્રયોગ કરશે.
ઓકટોબર 2024 માં એરઈન્ડિયાની આ ફ્લાઇટ બપોરે 1 વાગ્યે દિલ્હી જવા ઉડાન ભરી વારાણાસી સાંજે 06.10 કલાકે પહોંચશે. સુરતથી આ ફ્લાઇટ ટેક ઓફ થયા પછી દિલ્હી એરપોર્ટ પર સુરતથી વારાણાસી જઈ રહેલા પેસેન્જર વિમાનમાં જ બેસી રહેશે. દિલ્હીથી ખાલી બેઠકોનાં પેસેન્જરો બેઠા પછી આ વિમાન વારાણાસી જવા રવાના થશે.
જો દિવાળી વેકેશન પૂર્વે ઓકટોબરમાં આ ફ્લાઇટ શરૂ થશે તો વારાણસી (બનારસ) થી અયોધ્યા જવા માંગતા યાત્રીઓને તો લાભ થશે જ પણ વારાણસી, આઝમગઢ, ગાજીપુર જેવા જિલ્લાઓમાંથી સુરતમાં વેપાર કરવા આવેલા લોકોને પણ લાભ થશે. વિશેષ કરી સુરતના કાપડના અને જરીના વેપારીઓને સિંગલ PNR ટિકિટનો દેખીતો લાભ મળશે.
એ ઉપરાંત બીજા ફેરફારમાં એર ઇન્ડીયા એક્સપ્રેસ ની સુરતથી દુબઈ જતી ફ્લાઇટ જે 27 ઓકટોબરથી હૈદરાબાદથી સુરત 14:05 કલાકે આવશે એને સુરતથી 15: 35 કલાકે (મંગળ ગુરુ શનિ રવિ) રવાના થશે. આ જ ફ્લાઇટ રવિ સોમ ગુરુ શુક્રવરે સુરત 01:10 કલાકે આવી હૈદરાબાદ 02: 40 કલાકે પહોંચશે.