વડોદરા શહેર નજીક આવેલ દશરથ ગામની શાળાના મેદાનમાં સવારી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતદારોના સમર્થકો માટે ગરમીના કારણે આ સામિયાણો મૂકવામાં આવ્યો હતો જેથી ગરમીમાં રાહત રહી શકે. બીજી તસવીરમાં મતદાન ગણતરીના મથકની બહાર સમર્થકો પોતાના ઉમેદવારને જીતીને આવે તેના પરિણામની આતુરતાપૂવર્ક તડકામાં રાહ જોઇ રહ્યા હતા. જયારે ત્રીજી તસ્વીરમાં મતગણતરીના સ્થળ ઉપર અન્ય લોકો પ્રવેશ નહી તે માટે બેરીકેડ મૂકયા હતા તેમજ પ્રવેશ માટે આપેલા પાસનું પોલીસ જવાનો દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દાહોદ : દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપે પોતાનો પરચમ દેખાડી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બે નગરપાલિકામાં ભગવો લહેરાવતાં ભાજપા પાર્ટી સહિત તેઓના નેતાઓ, કાર્યકર્તાઓ તમામમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતાં કોંગ્રેસ પાર્ટીમાં સ્તબ્ધતા પ્રસરી જવા પામી હતી તો દાહોદ નગરપાલિકાના ૦૯ વોર્ડની ૩૬ બેઠકોમાં ૩૧ બેઠક પર ભાજપે કબજાે મેળવી લીધો હતો ત્યારે માત્ર ૦૫ બેઠકો પર કોંગ્રેસ હક્ક જમાવ્યો હતો જ્યારે આપ તેમજ અપક્ષ – અન્ય પાર્ટીઓનો સફાયો થઈ ગયો હતો.
ખાસ કરીને દાહોદ નગરપાલિકાની વાત કરીએ તો પ્રથમ વોર્ડથી જ્યારે કાઉન્ટીંટ શરૂ થયું ત્યારે લાગતું હતું કે, રસાકસીનો જંગ જામશે પરંતુ પ્રથમ વોર્ડની જાહેરાતમાં જ બીજેપીએ પોતાનું ખાતુ ખોલાવી સપાટો બોલાવતાં કાર્યકરોમાં ઉત્સાહ આવી ગયો હતો. શહેર સહિત જિલ્લામાં ભાજપના પરચમના પગલે સરઘસો, જુલુસ નીકળ્યાં હતાં. રસ્તાઓ પર માત્રને માત્ર બીજેપીનો જ ભગવો રહેતો સ્પષ્ટ જાેઈ શકાતો હતો.
વોર્ડ નંબર ૧માંથી માત્ર કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ હતી જેમાં તસ્નીમબેન ખોજેમાભાઈ નલાવાલા ૧૮૯૩ મતથી બેઠક કબજે કરી હતી જ્યારે બાકીના ૩ બેઠકોમાં ભાજપના માસુમા મહમદ ગરબાડાવાલા એ ૧૭૨૩ મત, સુજાનકુમાર હિમ્મતસિંહ કીશોરીએ ૨૧૬૧ મત અને લક્ષ્મણભાઈ લાલાભાઈ રાજગોરને ૩૩૭૧ મત મળ્યા હતાં અને ભાજપની આ વોર્ડમાંથી ૩ બેઠક ભાજપે કબજે કરી હતી.
વોર્ડ નંબર ૦૨માંથી ભાજપે ચારેય બેઠકો પર કબજાે જમાવી ભવ્ય વીજય મેળવ્યો હતો જેમાં ફાતેમા શબ્બીરભાઈ કપુરને ૧૯૨૬ મત મળ્યા હતાં જ્યારે રાજેશભાઈ આશનદાસ સહેતાઈને ૨૮૯૬ મત, રંજનબેન કિશોરકુમાર રાજહંસને ૨૪૮૯ મત મળ્યાં હતા અને હિમાંશું રમેશચંદ્ર બબેરીયાને ૨૪૩૫ મત મળ્યાં હતાં.આમ, વોર્ડ નંબર બેમાં ચારેય બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી.
ત્યારે બીજી તરફ વોર્ડ નંબર ૦૩ ભાજપના સુપડા સાફ થતાં કોંગ્રેસે ચારેય બેઠકો પર ભવ્ય વિજળી મેળવ્યો હતો જેમાં કોંગ્રેસના ઈશ્ત્યાકઅલી શોકતઅલી સૈયદને ૨૦૭૨ મતો મળ્યાં હતાં. કલાબેન મણીલાલ ભાભોરને ૧૭૮૯ મતો મળ્યાં હતાં.