Vadodara

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે જ નિમિષાબેન માટે રાજકીય ભલામણો કરી હતી.!!

દાહોદ : દાહોદ ખાતે એક શૈક્ષણિક સંસ્થાના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર મંચ ઉપરના ઉદ્દબોધનમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની રાજકીય ઉદારતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આદિવાસી માટે અનામત મોરવા(હ) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ‘નિમિષાબેન સુથારને ટીકીટ આપી દો જંગી મતોથી વિજયી બનશે’ એવી ભલામણ કરી જવાબદારી લીધી હતી અને ગુજરાત સરકારના મંત્રીમંડળની રચનામાં પણ દાહોદના સાંસદસભ્ય જશવંતસિંહ ભાભોરે પોતાના ધારાસભ્ય ભાઈના બદલે મોરવા(હ)ના ધારાસભ્ય નિમિષાબેન સુથારને મંત્રીમંડળમાં સામેલ કરવાની ભલામણ કરી આ ભા.જ.પ.ના એક કાર્યકર્તાના ગુણ હોવાના કરેલા ઉચ્ચારણોમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની પ્રશંસા કરતા.

પ્રદેશ ભા.જ.પ. પ્રમુખ સી.આર.પાટીલના ઉચ્ચારણોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે. એમાં બોગસ જાતિ પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા નિમિષાબેન સુથારને ધારાસભ્ય અને ત્યારબાદ મંત્રી બનાવવા માટે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ભલામણ કરી હોવાના આ જાહેર ઉચ્ચારણોના પગલે આદિવાસી સમાજના હિતો અને હક્કો માટે હંમેશા હૈયાધારણાઓ આપનાર સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરે બિન આદિવાસી એવા રાજયમંત્રી નિમિષાબેન સુથાર માટે કરેલ ભલામણો સામે સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજના અગ્રણીઓ કટાક્ષભર્યા સંદેશાઓ મૂકી રહયા છે.!!

ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ વિભાગના હવાલા સાથે રાજયકક્ષાના મંત્રી બનેલા નિમિષાબેન સુથારનું અનુસૂચિત જનજાતિનું રજૂ કરવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર બોગસ છે,અને નિમિષાબેન સુથારને હોદ્દા ઉપરથી દૂર કરોની માંગણીઓ સાથે સમગ્ર દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણીઓ અને સંગઠનો દ્વારા ઠેર-ઠેર આવેદનપત્રો આપીને વિરોધ કરી રહયા છે. એમાં દાહોદ ખાતે ભા.જ.પ.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચેલા રાજયકક્ષાના મંત્રી સામે કાળા વાવટા ફરકાવીને સૂત્રોચ્ચાર કરનારા આદિવાસી સમાજના સંગઠનના અગ્રણીઓને પોલીસ તંત્રના કાફલાએ મહા મહેનતે “નજર કેદ”માં રાખ્યા હતા.!!

બિન આદિવાસી સામે આદિવાસી સમાજની સત્ય આધારીત લડતને “ડેમેજ કંટ્રોલ” કરોનો સૂચક ઈશારો..!!
પ્રદેશ ભા.જ.પ. પ્રમુખ સી.આર.પાટીલના દાહોદના જાહેર મંચ ઉપરથી દાહોદના સાંસદસભ્ય અને આદિવાસી સમાજના પ્રખર નેતા જશવંતસિંહ ભાભોરની રાજકીય ખેલદિલીના વખાણ કરતા આ ઉચ્ચારણોમાં રાજયકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર સામે આદિવાસી સમાજ અને સંગઠનોમાં ઉભો થયેલો વિરોધ ગાંધીનગર સુધી પહોંચે આ પૂર્વે જ ઘર આંગણે શાંત બને આ “ડેમેજ કંટ્રોલ” માટે દાહોદના સાંસદસભ્ય જશવંતસિંહ ભાભોરને ઈશારો તો કરવામાં આવ્યો સાથોસાથ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા શ્રીમતી નિમિષાબેન સુથારની રાજકીય ભલામણ ખુદ સાંસદસભ્ય જશવંતસિંહ ભાભોરે જ કરી હોવાનો સંદેશ પણ વિરોધમાં ઉતરેલા આદિવાસી સમાજ અને સંગઠનોમાં પહોંચતો કરવાના પ્રદેશ ભા.જ.પ.પ્રમુખ સી.આર.પાટીલના પ્રયત્નો એ રાજકીય માહૌલ તો ગરમ કર્યો જ છે.!!

Most Popular

To Top