Madhya Gujarat

સંભવિત વાવઝોડાની આગાહીથી દાહોદનું જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

દાહોદ: ગુજરાત રાજયમાં તા.૦૭ થી ૧૨ મી જૂન, ૨૦૨૩ના સમયગાળા દરમ્યાન વાવાઝોડા તથા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને દાહોદ જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લામાં કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે તેમજ એ.પી.એમ.સી. અનાજના ગોડાઉન વગેરેને નુકશાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી તથા જરૂરી તકેદારીના પગલા લેવા સંબધિત તમામ લાયઝન અધિકારી, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા તથા તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીએ સુચના આપી છે. સંભવિત વાવાઝોડાના પગલે પૂર્વ પરવાનગી સિવાય હેડક્વાર્ટર ન છોડવા તમામ અધિકારી અને કર્મચારીઓને સુચનો કરવાની સાથે વહીવટી તંત્ર સંભવિત વાવાઝોંડુ તથા વરસાદની આગાહીને અનુલક્ષીને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.

Most Popular

To Top