Madhya Gujarat

દાહોદ ચિલ્ડ્રન હોમની પ્રશંસનિય કામગીરી :રેલવે સ્ટેશન પરથી મળેલ બાળક પરિવારને સોંપાયો

દાહોદ: દાહોદના રેલ્વે સ્ટેશનથી મળી આવેલા બાળકને તેના પરીવારને સોપાયો હોવાનો બનાવ બહાર આવ્યો છે. મૂળ રાજસ્થાનના નિમ્બાબાસ ગામનો બાળક હોવાનું તપાસમાં આવ્યું હતું. રાજસ્થાનથી તેના પિતા તેને લેવા માટે આવી પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના રેલ્વે સ્ટેશન ઉપરથી એક અજાણ્યો બાળક રેલ્વે પોલીસને મળી આવ્યો હતો ત્યારે એ બાળકને દાહોદ ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી અપાયો હતો અને બાળક મારવાડી ભાષા બોલતો હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારે દાહોદ ચિલ્ડ્રન હોમના અધિક્ષક રાકેશ કુમાર પ્રજાપતિ દ્રારા બાળકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તે બાળક પાસેથી હરિયાણાની ટિકિટ મળી આવી હતી.

તે બાળક તેના માતા પિતાનું નામ જણાવતો હતો તેની ભાષા સમજમાંના આવતી હોવાને લઈને ચિલ્ડ્રન હોમના અધિક્ષકે હરિયાણાની ટિકિટના આધારે હરિયાણા પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ તે બાળક ત્યાંનોના હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ આ બાળક રાજસ્થાનનો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે બાળક રાજસ્થાન ના ચુરું જિલ્લાના તાલુકા રાજગઢ ગામ નિમ્બા બાસનો હોવાનું જણાઈ આવ્યું હતું અને રાજસ્થાન પોલીસે તેના પિતાનો સંપર્ક કરતા તેમને દાહોદ જવા માટે મોકલ્યા હતા અને તે બાળકના પિતા દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા અને દાહોદ ચિલ્ડ્રન હોમ ખાતેથી તે બાળકને ઓળખી લેવાયો હતો પરંતુ તે બાળકના કોઈ પણ ડોક્યુમેન્ટના હોવાના કારણે રાજસ્થાન પોલીસનું અને સરપંચના લખાણના આધારે તે બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને તે બાળકનો કબ્જાે મેળવી તેનો પરીવાર રાજસ્થાન જવા રવાના થયો હતો.

Most Popular

To Top