ભરૂચ: ગુજરાતમાં (Gujarat) મોટા પ્રમાણમાં કોલસા કૌભાંડ (Coal scam) થયાની ચોંકાવનારી વિગતો આપણી સામે આવતી રહે છે. આજરોજ આવી જ એક ઘટના બહાર આવી છે. દહેજમાં (Dahej) થઈ રહેલા કોલસા કૌભાંડમાં 5 લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) ભરૂચના (Bharuch) કાપોદ્રા ગોડાઉનમાં રેડ પાડતા સમગ્ર જિલ્લામાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.
દહેજ અદાણીથી ટ્રકમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCBએ કાપોદ્રા ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે. લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરિયાએ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનો વહીવટ રાજકોટનો તિલક રાજેશ સેરસિયા કરતો હતો. દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો અહીં સગેવગે કરાતો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતાં ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગેહાથ પકડ્યું હતું.
- અંકલેશ્વરમાં ગોડાઉન ભાડે રાખી મોરબીના 2 શખ્સ ઓસ્ટ્રેલિયન કોલસો ટ્રકમાંથી કાઢી માટી અને ફ્લાયએશ ભરાવતા હતા
- ભરૂચ LCBએ 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, 10 ચક્કાની ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી રૂ.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- રેડ કરતાં ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગેહાથ પકડ્યું
LCBએ સ્થળ પરથી દિનેશ પટેલ, લોડર ડ્રાઈવર મૂળ બિહાર અને હાલ કાપોદ્રા લક્ષ્મી ટ્રેડર્સ ગોડાઉનમાં રહેતો સોનુ ગણેશરાય યાદવ, મૂળ UPનો સૂરજ રામપ્રીત ચૌહાણ તેમજ મહારાષ્ટ્રના MGR ટ્રાન્સપોર્ટના ખાનબંધુઓ સલમાન ખાન અને અરબાઝ ખાનની અટકાયત કરી હતી. હાલ સુરત રહેતો અરબાઝ ખાન ટ્રક ડ્રાઈવર હતો. જ્યારે તેનો ભાઈ સલમાન ખાન ક્લીનર તરીકે કામ કરતો હતો. સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ 18.65 લાખનો મુદ્દામાલ કબજે કરી એલસીબી આગળની તપાસ ચલાવી રહી છે.
દહેજમાં ચાલી રહેલા આ લાખોના કોલસા કૌભાંડ થયાની ચોંકાવનારી વિગતો સામે આવતા હડકંપ મચી ગયો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચના કાપોદ્રા ગોડાઉનમાં રેડ પાડી હતી. ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગેહાથ પકડ્યું હતું. જેના પગલે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.