Vadodara

ડભોઇમાં 50 બિલ્ડિંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જ નથી

ડભોઇ: વડોદરા ફાયર વિભાગ દ્વારા ડભોઇ શહેરના તમામ યુનિટોને ઉપર ફાયર સેફટી ને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 50થી વધારે બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના અભાવ હોવાનું બહાર આવ્યું હતું જેથી આવનારા દિવસોમાં વડોદરા ફાયર વિભાગ દ્વારા તમામ બિલ્ડીંગોને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક જગ્યા પર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે સાથે જ આ અકસ્માતોમાં કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે.

ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ ફાયર સેફટી ને લઈને સતર્કતાઓ દાખવી રહ્યા છે સાથે જ કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેને લઈને આવે ગુજરાતમાં ફાયર સેફટીનું પાલન કરાવવા માટે ફાયર સેફટી ના અધિકારીઓ દ્વારા અનેક જગ્યાઓ ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ તા-06-07-2021 વડોદરા ફાયર વિભાગ દ્વારા ડભોઇ નગરપાલિકા ફાયર બ્રિગેડને સાથે રાખીને ડભોઇ નગરની તમામ હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ, પેટ્રોલપંપ તેમજ કોમ્પ્લેક્ષનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે દરમિયાન ડભોઇ નગર ની 50 જેટલી બિલ્ડિંગોમાં ફાયર સેફટી નો અભાવ સામે આવ્યો હતો એટલું જ નહીં અગાઉ પણ ડભોઇ નગરપાલિકા દ્વારા હોસ્પિટલો મોટા મોટા કોમ્પલેક્ષને ફાયર સેફટી બાબતે નોટિસો પાઠવી છે છતાં પણ આજ દિન સુધી તેઓ દ્વારા કોઈપણ પ્રકારની ફાયર સેફટી ઇન્સ્ટોલ કરવામાં આવી નથી ફાયર ઓફિસરો દ્વારા જેજે પેટ્રોલપંપ,કે ડી પેટ્રોલપંપ,વિનાયક હોસ્પિટલ,પ્રમુખસ્વામી હોસ્પિટલ, રાધે કોમ્પ્લેક્સ તેમજ ડભોઇ નગરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Most Popular

To Top