Gujarat

ગુજરાત તરફ સરકીને આવી સાયક્લોનિક સિસ્ટમ, 48 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની (Rain) હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે.

અરબ સાગર પરથી એક સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ સરકીને આવી છે. તેની અસર વધારે દક્ષિણ ગુજરાત તરફ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, સાંજે છ વાગ્યા સુધીમાં ડાંગમાં 11 મીમી જેટલો વરસાદ થયો છે. દિવસ ભર આકાશ વાદળથી છવાયેલુ રહ્યું હતું, જો કે વરસાદ નહીં થવાના કારણે બફારો વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સરેરાશ 19 તાલુકાઓમાં નજીવો વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 48 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જે પૈકી 5 ઈંચ જેટલો વરસાદ થયો હતો. ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ 23.01 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 25.63 ટકા , ઉત્તર ગુજરાતમાં 15.70 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 15.01 ટકા , સૌરાષ્ટ્રમાં 30.21 ટકા , અને દક્ષિણ ગુજરાતમાં 26.64 ટકા જેટલો વરસાદ થયો છે.

Most Popular

To Top