National

ફરી મંડરાયા વાદળો, 5 ડિસેમ્બરે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ચેન્નઇ: દક્ષિણ ભારત ઉપર હાલ ‘મિચૌંગ’ ચક્રવાતના (cyclone) વાદળો (Clouds) ઘેરાઇ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 4-5 ડિસેમ્બરે આ ચક્રવાત દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના (TamilNadu) ચેન્નાઇ-મછલીપટ્ટનમ સાગરકાંઠે અથડાવાની સંભાવના છે. આ ચક્રવાતની (Cyclone) અસર મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં જોવા મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ બંગાળની ખાડીમાં નીચું દબાણ સર્જાઇ રહ્યું છે. જે આગામી બે દિવસોમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. આ મામલે હવામાન વિભાગે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરની સાંજ સુધીમાં ચક્રવાત ‘મિચૌંગ’ આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમ અને ચેન્નાઈના દરિયાકાંઠે અથડાવાની સંભાવના છે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યુ હતું કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. તેનું કેન્દ્ર અનુક્રમે ચેન્નાઈના દરિયાકાંઠાથી 800 કિલોમીટર, મછલીપટ્ટનમથી 970 કિલોમીટર, આંધ્ર પ્રદેશના બાપટલાથી 990 કિલોમીટર અને પોંડીચચેરીના દરિયાકાંઠાથી 790 કિલોમીટર દૂર છે.

હવામાન વિભાગનું એલર્ટ
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દબાણનો વિસ્તાર પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. તેમજ આ દબાણ 2-3 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાન ‘મિચૌંગ’માં પરિવર્તિત થવાની સંભાવના છે. તેના પરિણામે ભારતીય હવામાન વિભાગે મિચૌંગ ચક્રવાતને કારણે તમિલનાડુ, પોંડીચેરી અને કરાઈકલના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં 3 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી 204 મિમીથી વધુ વરસાદ થઈ શકે છે.

આ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે
ઓડિશામાં ચક્રવાતી તોફાનની કોઈ અસર નહીં થાય. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાનની અસરને કારણે ઓડિશામાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અને વીજળી પડી શકે છે. જેમાં મલકાનગીરી, કોરાપુટ, નબરંગપુર, રાયગઢ, કાલાહાંડી, કંધમાલ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સાથે જ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં અને રાયલસીમા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન નિયામકે જણાવ્યું હતું કે આ ચક્રવાતના કારણે 3 ડિસેમ્બરે તિરુવલ્લુરથી કુડ્ડાલોર વચ્ચે પ્રતિકલાલ 60 થી 70 કિ.મી. અને 4 ડિસેમ્બરે તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગાલપટ્ટુ, વિલુપ્પુરમ ખાતે પ્રતિકલાક 60 થી 70 કિ.મી. ની ઝડપે કે પવન ફૂંકાવાની સંભાવના છે. આ ચક્રવાતને પગલે તમિલનાડુના માછીમારોને દક્ષિણ-પશ્ચિમ બંગાળના અખાતમાં, ઉત્તર તમિલનાડુ તેમજ દક્ષિણ આંધૉરના કાંઠા વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે.

Most Popular

To Top