આણંદ: ચરોતરમાં ઉતરાયણ બાદ ઠંડીનું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. તાપમાન સીંગલ ડિઝીટમાં જતા લોકો ઠંડીથી ઠુંઠવાય ગયા હતા. જોકે બુધવારના રોજ વાદળછાયું વાતાવરણ થતા ઠંડીમાં આશંકી રાહત જોવા મળી હતી. પરંતુ તાપમાન સીંગલ ડિઝીટમાં 9.7 ડિગ્રી હતું. જે આવનાર દિવસોમાં તાપમાનમાં 13-14 ડિગ્રીનો વધારો થવાની શક્ય9તા રહેલી છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ચરોતરમાં ઉતરાયણ બાદથી ઠંડીમાં સતત વધારો જોવા મળ્યો હતો. તાપમાન ઘટીને સીંગલ ડીઝીટમાં આવી જતા લોકો ઠંડીથી થથરી ગયા હતા. જોકે બુધવારના રોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી વાતાવરણ વાદળછાયું રહેતા ઠંડીમાં આશંકી રાહત જોવા મળી હતી. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અઠવાડીયાના અંતમાં ઠંડીમાં ઘટાડો નોંધાવવાની શક્યતા રહેલી છે. વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં 13થી 14 ડિગ્રી જેટલો વધારો જોવા મળી શકે છે. જેના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. બુધવારના રોજ મહતમ તાપમાન 25 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 9.7 ડિગ્રી અને 3.9 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાયો હતો. ખેડૂતોને વધુ જાણકારી ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 1800 180 1551નો સંપર્ક કરવો.
રાજસ્થાનમાં સાયક્લોનીક સરક્યુલેશનના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, સાઉથ રાજસ્થાનમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે સાયક્લોનીકલ સરક્યુલેશન થયું છે. આ સરક્યુલેશન દરીયાની સપાટીથી 1.5 કિમીની ઉંચાઇએ સર્જાય છે. જેના કારણે વાતાવરમમાં ભેજનું પ્રમાણ વધે છે. રાજસ્થાનમાં યોજાયેલા આ સરક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળતા ઉત્તર ગુજરાતરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે.
પાકને બચાવવા આટલું કરવું
જીરાનો પાક વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ. બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલી દવાનો છંટકાવ કરવો. જેથી સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય.