National

ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાં આજે 56 ટ્રેનો રદ, કાલથી 15 જૂન સુધી 95 ટ્રેનો રદ રહેશે

નવી દિલ્હી: (New Delhi) પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાંથી આકાર પામેલું શક્તિશાળી ચક્રવાતી (Cyclone) તોફાન ‘બિપોરજોય’ આગામી 36 કલાકમા વધુ શક્તિશાળી બનશે. તે ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. બીપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને રેલ્વેએ તાત્કાલિક કેટલીક ટ્રેનો (Train) રદ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનોને અસ્થાયી રૂપે આંશિક રીતે રદ કરી દીધી છે. આજે ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાં 56 ટ્રેનો રદ કરવામાં આવી છે અને આવતીકાલથી 15 જૂન સુધી 95 ટ્રેનો રદ રહેશે જે અંગે પશ્ચિમ રેલવેએ આ માહિતી આપી છે.

મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારના જણાવ્યા અનુસાર જે ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે તેમાંની ટ્રેન નંબર 14321 બરેલી – ભુજ આલા હઝરત એક્સપ્રેસ 12.06.2023, 14.06.2023ના રોજ ચાલતી તેની મુસાફરી પાલનપુર સ્ટેશન પર સમાપ્ત કરશે. આ ટ્રેન પાલનપુર-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 14311 બરેલી – ભુજ આલા હઝરત એક્સપ્રેસ 13.06.2023 ના રોજ શરૂ થનારી પાલનપુર સ્ટેશન પર સમાપ્ત થશે. આ ટ્રેન પાલનપુર-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – 12.06.2023 ના રોજ શરૂ થનારી હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ ખાતે સમાપ્ત થશે. આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 14312 ભુજ – બરેલી આલા હઝરત એક્સપ્રેસ 13.06.2023 ના રોજ શરૂ થનારી તેની મુસાફરી ચાંદલોડિયા સ્ટેશનથી શરૂ કરશે. આ ટ્રેન ચાંદલોડિયા – ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 14312 ભુજ – બરેલી આલા હઝરત એક્સપ્રેસ 15.06.2023 ના રોજ શરૂ થતી મુસાફરી પાલનપુર સ્ટેશનથી તેની મુસાફરી શરૂ કરશે. આ ટ્રેન પાલનપુર-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 14322 ભુજ – બરેલી આલા હઝરત એક્સપ્રેસ 14.06.2023 ના રોજ શરૂ થતી મુસાફરી પાલનપુર સ્ટેશનથી તેની મુસાફરી શરૂ કરશે. આ ટ્રેન પાલનપુર-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 12477 હાપા – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ 14.06.2023 ના રોજ મુસાફરી કરવા માટે રાજકોટ સ્ટેશનથી તેની મુસાફરી શરૂ કરશે. આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 12475 હાપા – 13.06.2023 ના રોજ શરૂ થનારી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સ્ટેશનથી તેની મુસાફરી શરૂ કરશે. આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Most Popular

To Top