National

ચક્રવાત સિતરંગ વિનાશ લાવી શકે છે! સોમવારથી આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી: હવામાન વિભાગના એલર્ટ (Alert) અનુસાર સોમવારથી (Monday) ભારે વરસાદ (Heavy rain) વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર ઉત્તર આંદામાન (North Andaman) સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર (South Andaman Sea) અને દક્ષિણ પૂર્વ બંગાળની (South East Bengal) ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે. તે 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ નીચા દબાણનો વિસ્તાર ધીમે ધીમે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. ત્યારબાદ તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. જો કે રાહતની વાત એ છે કે ચક્રવાતને કારણે ભારે વરસાદ અને પવનની ઝડપ અંગે IMDએ હજુ સુધી કોઈ આગાહી કરી નથી.

ચક્રવાત સિતરંગ
આ ચક્રવાતને સિતરંગ નામ આપવામાં આવ્યું છે. આરએસએમસી, છ હવામાનશાસ્ત્રીય સ્ટેશનોના જૂથ અને પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રો (TCWC), સાથે મળીને આ ચક્રવાતને નામ આપ્યું છે. આ પેનલ હેઠળ 13 સભ્ય દેશો આવે છે. આ પેનલ ચક્રવાત અંગે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમન સામેલ છે. આ ચક્રવાતી તોફાનનું નામ સિતારંગ થાઈલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું છે.

હવામાન વિભાગે વરસાદની આશંકા વ્યક્ત કરી
હવામાન વિભાગે 24-25 ઓક્ટોબર માટે ઓડિશામાં અલગ-અલગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે પશ્ચિમ બંગાળમાં 24-25 ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે. 26 ઓક્ટોબરે પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

ચક્રવાત 24 ઓક્ટોબરે વધુ તીવ્ર બનશે
IMDએ જણાવ્યું કે ચક્રવાતી તોફાન 24 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ-મધ્ય અને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં વધુ તીવ્ર થવાની સંભાવના છે. વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. 25 ઓક્ટોબરે તોફાન ઓડિશા છોડીને પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. 

પવનની ઝડપ 49 કિમી સુધી રહી શકે છે
હવામાન વિભાગ ઉત્તર આંદામાન સમુદ્ર પર હવામાન પ્રણાલી પર નજર રાખી રહ્યું છે. વિભાગનું કહેવું છે કે પવનની ઝડપ 49 કિમી સુધી રહી શકે છે. ‘સિતરંગ’ થાઈલેન્ડ દ્વારા સૂચવવામાં આવેલ નામ છે.

ઓડિશાના આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેન્દ્રપારા, જગતસિંહપુર અને પુરીમાં 23 ઓક્ટોબરે ‘સિતરંગના પ્રભાવ હેઠળ વરસાદ પડી શકે છે. બીજા દિવસે, બાલાસોર, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંહપુર, મયુરભંજ, જાજપુર, કટક, ખોરડા જિલ્લામાં વરસાદ પડી શકે છે.

Most Popular

To Top