પર્યાવરણ સંરક્ષણ, ટ્રાફિક ભીડમાં ઘટાડો, ઈંધણ બચાવ અને નાગરિક આરોગ્ય માટે સુરતમાં હવે એક નવી પહેલ શરુ કરવી જોઈએ. મધ્યપ્રદેશના રીવા કમિશનરેટમાં સફળતાપૂર્વક અમલ થયેલા “એક દિવસ સાઇકલ દિવસ” અભિયાનને હવે સુરતમાં પણ અમલમાં લાવવા માટે વિચારણા થવી જોઈએ. દરેક સરકારી અને ખાનગી ઓફિસ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ એવા “સાઇકલ દિવસ” તરીકે ઊજવે. જેમાં કર્મચારીઓ માટે એ દિવસે ઓફિસમાં સાઇકલથી આવવાનું પ્રોત્સાહન આપવામાં આવે.
તો અમુક છૂટછાટ જેમ કે દૂર રહેતા કર્મચારીઓ માટે કે આરોગ્ય મુશ્કેલીઓ ધરાવતા માટે વૈકલ્પિક વિકલ્પ હોવો જોઈએ. સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા સહકાર અને સવલતો (જેમ કે ખાસ સાઇકલ લેન/પાર્કિંગ સહિત) આ અભિયાન માટે અનુકૂળ માહોલ, નાગરિક સહભાગિતા અને તંત્રનું સંકલન મહત્વપૂર્ણ છે. દરેક નાગરિક એક પગલું ભરે તો આ “સાઈકલ દિન” કેવળ એક દિવસ નહીં રહે પણ સુરતના પરિવહન સંસ્કૃતિમાં નવા યુગની શરૂઆત કરશે. ચાલો, સુરતને એક લીલોછમ, સ્વસ્થ અને સફર શહેર બનાવવા માટે “એક દિવસ સાઇકલ” અભિયાન સાથે જોડાઈએ.
પરવત ગામ, સુરત- આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.