આણંદ, તા.28
આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સૂચન અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવાના હેતુથી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જે અન્વયે આણંદ મુખ્ય પોલીસ મથક નાયબ પોલીસ અધિક્ષક જે.જે.ચૌધરીના માર્ગદર્શન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદના પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી.ચૌધરીની સૂચના હેઠળ કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટીની પ્રમુખસ્વામી મેડીકલ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જે.જે.ચૌધરી અને વિશ્વા શાહ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.ડી.પુરોહિત, એએસઆઈ મુસ્તકીમ મલેક, સાયબર પ્રમોટર વીરેન જોષી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમનો અર્થ અને પ્રકારો, સોશિયલ મિડીયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની થતી સાયબર સિક્યુરીટી અને સાયબર સેફટીની બાબતે, સાયબર ક્રાઈમ સામે રાખવાની થતી સાવધાની, સાયબર ક્રાઈમની ફરીયાદ કરવાની પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કરમસદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
By
Posted on