World

અમેરિકાની સૌથી મોટી ઓઇલપાઇપ લાઇન પર સાયબર હુમલો : પુરવઠો ખોરવાયો

ન્યૂયોર્ક : અમેરિકાની સૌથી મોટી ઓઇલપાઇપ લાઇન (biggest pipeline of america) એવી કોલોનિયલ પાઇપ લાઇન પર સાયબર હુમલો (cyber attack) થયો છે એટલે કે આ પાઇપલાઇનનું સંચાલન જેના વડે થાય છે તે કોમ્પ્યુટર સિસ્ટમ પર હુમલો કરવામાં આવ્યો છે અને આ સિસ્ટમમાંથી કેટલોક ડેટા તફડાવવામાં (theft data) આવ્યો છે અને આ કેટલાક કોમ્પ્યુટરો લૉક કરી દેવાયા છે.

આ હુમલાને કારણે સર્જાયેલા ખતરાને ધ્યાનમાં લઇને અમેરિકાના બાઇડન (joe biden) પ્રશાસને તાબડતોબ આ પાઇપલાઇન બંધ કરાવી દીધી છે અને કટોકટી (emergency)ની જાહેરાત કરીને અન્ય સ્ત્રોતો મારફતે પૂર્વના રાજ્યોને ઓઇલ અને ગેસનો પુરવઠો પહોંચાડવાના પગલાં જારી કર્યા છે. એમ જાણવા મળે છે કે હેકર્સે શુક્રવારે આ હુમલો કર્યો હતો અને હજી સુધી સિસ્ટમને રિકવર કરી શકાઇ નથી. પાઇપલાઇનો બંધ થઇ જવાથી સૌથી વધુ અસર એટલાન્ટા અને ટેનેસી રાજ્યો પર પડી છે અને કેટલાક સમય પછી ન્યૂયોર્ક પર પણ અસર દેખાવાની શરૂ થશે એમ જાણવા મળે છે. આ હુમલાને કારણે ઓઇલનો પુરવઠો અન્ય સ્ત્રોતો પાસેથી મંગાવાઇ રહ્યો છે તેથી ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતો બેથી ત્રણ ટકા વધી (price hike) શકે તેવા સંકેતો છે.

કૉલોનિયલ પાઇપ લાઇન દરરોજના પચ્ચીસ લાખ બેરલ તેલ સપ્લાય કરે છે

જેના પર હુમલો થયો છે તે કોલોનિયલ પાઇપ લાઇન જ્યાં તેલ ગેસના કૂવાઓ છે તે ટેક્સાસથી પેટ્રોલ, ડીઝલ, ગેસનું વહન અમેરિકાના પૂર્વ તરફના દસ રાજ્યોમાં કરે છે. દરરોજના 25 લાખ બેરલ જેટલું ઓઇલ તે સપ્લાય કરે છે.

ડાર્કસાઇડ નામની રશિયન ગેંગે હુમલો કર્યો છે, ખંડણી માગી છે

આ સાયબર હુમલા પાછળ ડાર્ક સાઇડ નામની ગેંગનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગ રશિયન હેકરોની મનાય છે. તે રોબિન હૂડ જેવી છાપ ઉભી કરવા માગે છે. તે મોટી કંપનીઓ પાસેથી ખંડણી લઇને તેમાંથી થોડો ભાગ ગરીબો માટે દાનમાં આપે છે. આ ગેંગે કોલોનિયલની સિસ્ટમનો 100 જીબી જેટલો ડેટા તફડાવ્યો છે અને કેટલાક કોમ્પ્યુટરો લૉક કરીને ખંડણી પણ માગી છે. જો કે કેટલી ખંડણી માગી તે જાણવા મળ્યું નથી. હાલ રોગચાળાના સંજોગોમાં કંપનીના ઘણા એન્જિનિયરો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોવાથી હુમલાખોરો આ સાયબર એટેક કરવામાં વધુ સફળ રહ્યા હોવાનું જાણવા મળે છે. અમેરિકાના સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે આવા હુમલાઓ હજી ચાલુ જ રહી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top