સનાતન હિન્દુ ધર્મના આચાર્યશ્રીઓએ હવે જૂનવાણી વિચારધારા અને જડતા છોડી ધર્મને બચાવવા તંદુરસ્ત વિચારધારા અપનાવવી જોઈએ.
(1) મૂળ ભગવાનનાં મંદિરો બનાવવાના બદલે ભક્તોના મંદિર બનાવવાનું બંધ કરો.
(2) દેવ-દેવતાઓની ટીકા-નિંદા બંધ કરો.
(3) વસતિ વધારવા સાધુ-સાધ્વીઓ બનાવવાનું બંધ કરો
(4) મૂળ શાસ્ત્રોનો પ્રચાર કરો.
(5) દરેક વ્યક્તિને મંદિરમાં પ્રવેશ આપો.
(6) અભિષેકના નામે ઘી-દૂધનો બગાડ બંધ કરો. આવું શાસ્ત્ર લખ્યું નથી.
(7) સમૂહ લગ્નો અને સનાતન પાઠશાળાઓ ખોલો.
વલ્લભ વિદ્યાનગર, જગદીશ ડી. ઉપાધ્યાય