Charchapatra

હાઈ વે હોટલ માલિકો દ્વારા ગ્રાહકોની ઉઘાડી લૂંટ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ તરફથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની જે લાંબા રૂટની બસો ચલાવવામાં આવે છે, એમાં ડ્રાઈવર તથા કંડક્ટરની મીલીભગત થકી એમને અનૂકુળ આવે એવી હાઈ વે હોટલ કે ઢાબાઓ પર બસ ઉભી રાખે છે. આવા ઢાબા કે હોટલમાં ડ્રાઈવર તથા કંડકટરની ખાતર બરદાસ્ત મફત કરવામાં આવે છે. પરંતુ આવા ઢાબા કે હોટલના માલિકો બહું હોંશિયાર અને ગણતરીબાજ હોય છે અને એની કસર મજબૂર ઉતારુઓ પાસેથી વસૂલ કરે છે. આવા હોટલ માલિકો નાસ્તા, ઠંડા પીણાં અને પીવાના પાણીના છાપેલી કિંમત કરતાં વધારે દામ વસૂલ કરે છે.

લાંબી મુસાફરીમાં બાળકો સાથે હોવાથી મજબુરીમાં પણ ગ્રાહકોને ખાણીપીણીની ચીજવસ્તુઓ લેવી પડે છે. સરકારે કાયદો નક્કી કર્યોં છે કે કોઈ પણ દુકાનદાર વસ્તુની છાપેલી કિંમત કરતાં વધારે દામ લઈ શકે નહીં, છતાં પણ, આવા હોટલ તથા ઢાબાના માલિકો માનવતાને નેવે મૂકીને દામ-દૂપટ કરતાં જરા પણ અચકાતા તથા ગભરાતાં નથી. હાઈ વે હોટલના માલિકો સરકારી અધિકારીઓનાં ગજવાં ગરમ કરી દે છે એથી આવા લાંચિયા અધિકારીઓ આંખ આડા કાન કરે છે. આવા સરકારી બાબુઓ તથા ડ્રાઈવર કંડકટરની સંયુક્ત મીલીભગતથી મજબુરીમાં બસના ઉતારૂંઓને બીનજરૂરી રીતે વધારે નાણાં ચૂકવવાની ફરજ પડે છે.
હાલોલ – યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વહેમનું ઓસડ નહિ
21મી સદીમાં અંધશ્રધ્ધા ઘટવાના બદલે વધવા લાગી. એક ભાઇ પોતાની ગાડી પર એટલી બધી શ્રધ્ધા બેસી ગઇ કે ગાડી આવ્યા બાદ પોતે બે પાંદડા થયા. એમણે વેચવી પણ નથી કે કોઇને આપવી પણ નહિ. કુટુંબના સભ્યોએ નક્કી કર્યું કે સંતોની જેમ ગાડીની સમાધી કરવી. શાસ્ત્રોક્ત વિધી કરી હારતોરા પહેરાવી આખા ગામને સમૂહ ભોજનમાં આમંત્રિત કરવા. કાગનું બેસવું અને તાડનું પડવું.
અડાજણ          – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top