હાંસોટ: હાંસોટ ખાતે આજરોજ ઢળતી બપોરના હાંસોટ ના બજારમાં કાપડની ગાયત્રી સિલેક્શન નામની દુકાનમાં (Shop) બંટી બબલી બની એક યુવાન તથા એક યુવતી કાપડ લેવાના બહાને આવ્યા હતા દુકાન ના માલિક રમેશભાઈ પ્રજાપતિ તેઓને ગ્રાહક (Customer) સમજી એક પછી એક કાપડ બતાવતા હતા તે દરમ્યાન આ બંને માંથી એક જણે દુકાન માલિક ની નજર ચૂકવી ગલ્લામાંથી રૂપિયા ૩૬ હજાર ની ચીલઝડપ કરી ભાગી છૂટયા હતા. થોડી વાર પછી દુકાન માલિક ને ખબર પડતાં તેઓ પેલા બંને ની પાછળ દોડયા હતા પણ ન દેખાતા દુકાન માલિક રમેશભાઈ પ્રજાપતિ એ હાંસોટ પોલીસને (Police) જાણ કરી હતી. પોલીસે પણ તુરંત તપાસ આરંભી દીધી હતી પણ બંને જણ હાલ તો પોલીસ ની પકડ થી દૂર છે દુકાન માલિક ના જણાવ્યા મુજબ બંને જણા યુવાન તથા અંગ્રેજી બોલતા હતા.
માણસાથી 11 લાખની પાઈપો મંગાવી છેતરપિંડી કરનાર વેલંજાથી પકડાયો
કામરેજ: વર્ષ-2021માં તાપી જિલ્લાના નિઝર ખાતે સુવીધિ એગ્રોટેકના ગોડાઉન ખાતે પ્રવીણ ઉર્ફે પીન્ટુ મનસુખ ગજેરાએ જઈ પોતે ઈરિગેશન સિસ્ટમની પાઈપોના એજન્ટ તરીકે કામ કરતો હોવાનું કહી તમારી કંપનીનો માલ સારો વેચીશ તેમ કહી ગાંધીનગરના માણસાના લીબોદરા ખાતે આવેલી અર્થ ઈરિગેશન કંપનીની મુલાકાત કરી થોડા સમય બાદ ફોન પર ખેતીમાં ટપક પદ્ધતિમાં વપરાતી ડ્રીપ ઈરિગેશનની પાઈપો 2 લાખ મીટર, કિંમત 11,12,000 રૂપિયાની નર્મદાના નાંદોદ ગામે પાઈપનો માલ મંગાવીને ટેમ્પોના ડ્રાઈવરને ભાડાના 11,000 રૂપિયા આપી ટેમ્પોના ડ્રાઈવરને મોકલી આપી રૂપિયા ન આપી વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આથી માણસા પોલીસ મખતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન સુરત જિલ્લા એસઓજીને બાતમી મળતાં કામરેજના વેલંજા ગામે રંગોલી ચોકડી પાસેથી આરોપી પ્રવીણ ગજેરા (ઉં.વ.38) (હાલ રહે.,185 રામવાટિકા સોસાયટી, વેલંજા, મૂળ રહે., ફાસરિયા, તા.ધારી, જિ.અમરેલી)ની ધરપકડ કરી પૂછપરછ કરતા માલ કિશોર વધાસીયાને આપ્યો હતો. જેમાં કિશોરે 20000 રૂપિયા આપ્યા હતા. બાકીના માલ વેચાઈ ગયા બાદ આપવાના હોવાનું જણાવ્યું હતું. પોલીસે કિશોરને વોન્ટેડ જાહેર કર્યો હતો.