ભારતની ઇન્ટરનેશનલ બેન્ક એવી બેન્ક ઓફ બરોડા ગ્રાહક હિતલક્ષીઓ જરૂરી સેવા સુવિધાઓ પુરી પાડવામાં છેલ્લા ખુબ જ લાંબા સમયથી નિષ્ફળ પુરવાર થઇ રહી છે. જેમકે પાસબુક પ્રિન્ટ એ ‘ઇદના ચાંદં જેવું કયારેક ચાલતુ હોય છે. ગુજરાતની બીઓબી શાખામાં મહત્તમ ગુજરાતી કર્મચારીઓ રાખવા જરૂરી છે. કારણ કે ભાષા વિનિમયમા સમજવામા મોટી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. નવુ એસબી ખાતુ ખોલાવતી વખતે ડેબીટ કાર્ડની સુવિધા નથી જોઇતી એવુ સ્પષ્ટ જણાવા પછી પણ ડેબીટ કાર્ડ ચાર્જ કાપી લેવામાં આવે છે.
બીફોર રીન્યુની સિસ્ટમ અનુસાર ગ્રાહકે 12 મહિના માટે એફડી મુકી હોય અને બેન્ક કર્મચારી પાકતી તારીખ એક મહિના પહેલાની ભુલથી લખે તેનો ચાર્જ પણ ગ્રાહકે ભોગવવો પડે છે. બેન્ક ગ્રાહકોની વિવિધ સમસ્યાઓનો સંતોષકારક ઉકેલ બેન્ક શાખાના મેનેજરો દ્વારા મળતુ નથી. બેંકીંગ ક્ષેત્રે આજે હરીફાઇના યુગમાં બીઓબી તેમનુ અસ્તિત્વ ટકાવવા બેંકીગ અને ગ્રાહક હિતલક્ષી સુવિધાઓ પુરી પાડવી જરૂરી બનીછે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.