Charchapatra

કાળા ઘઉંની ખેતી

રાજસ્થાનના સિરોહી જિલ્લાના બાલદા ગામમાં ખેડૂત મોહમ્મદ રફીકને ૩.૫ વીંઘા જમીનમાંથી ૧૮ કિવન્ટલ કાળા ઘઉં મળશે એવી આશા છે. સાયાન્ય ઘઉંનો ભાવ કિલોના ૨૦ થી ૩૦ રૂપિયા હોય છે જયારે કાળા ઘઉં ૧૦૦ થી ૧૫૦ રૂપિયે કિલો વેચાય છે. સાધારણ ઘઉં કરતાં કાળા ઘઉંમાં આયર્ન, ઝિંક, પ્રોટીન અને એન્ટિઓકિસડેન્ટ અધિક માત્રામાં જોવા મળે છે. કાળા ઘઉં વધારે પૌષ્ટિક હોવા ઉપરાંત કેન્સર, સુગર, જાડાપણું, કોલેસ્ટેરોલ, હૃદયરોગ, તાણ આદિ લગભગ બાર બિમારીઓ મટાડવામાં મદદગાર સાબિત થાય છે.
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top