Charchapatra

એકલતા નહિ મૈત્રી કેળવો

આપણે આપણાં જ અંતરાત્માને અનુસરીને સામાજિક કૌટુંબિક જીવનમાં સાક્ષીભાવે અવલોકન કરીએ તો… સહજ મનોમંથન પછી એક એવો સૂર ઉઠશે.. કે મારે.. શું.. લેવા દેવા જેને જે કરવું હોય તે કરે. વર્તે… બસ અહીંથી જ આપણી સામાજિક ઉત્તરદાયિત્વની આળસ અજાણતા જ એક ફરતા જીવતા માનવીની કબર ખોદી નાખે છે. જીવનમાં એક મિત્ર અને એક ચિત્ર તો હોવુ જ જોઇએ. મિત્ર જેની સમક્ષ આપણે ખુલ્લા મને બિલકુલ પારદર્શક અને નિ:સ્વાર્થ સંવાદ થકી આપણી સમસ્યા કે, મૂંઝવણનો ઉકેલ મેળવી શકીએ. સામાપક્ષે ઉપસ્થિત આપણા જેવી મનોદશામાં ઘેરાયેલા માણસને સહાયતા કરીએ. એક માણસને બીજા માણસની જરૂર તો પડે જ એ સાવ સામાન્ય છે. હા, ઝાઝા ખલાસીઓ (ઢગલા બંધ મિત્રો…) હોય ત્યાં વહાણ ડૂબી ગયાના અઢળક દાખલાઓ છે.
સુરત     -પંકજ શાંતિલાલ મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top