ચેપોક ખાતે રમાઈ રહેલી IPL 2026ની 18મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકે તેની ત્રણેય મેચો હારી છે, જયારે દિલ્હી ત્રણમાંથી બે મેચ જીતી છે અને એક હારી છે. આ મેચમાં સીએસકે કમબેક કરવા થનગની રહી છે. આ સાથે સંજૂ સેમસને તોફાની બેટિંગ કરી સીએસકે ને 123 રન સુધી પહોંચાડી દીધા છે. સંજૂ સેમસને 52 બોલમાં100 રન કર્યા છે. જયારે આયુષ મ્હાત્રે એ 18 બોલમાં 28 રન બનાવી આગળ રમી રહ્યા છે. સંજુ સેમસન સદી પર નજર રાખી રહ્યો છે. કુલદીપ યાદવ પાછલી ઓવર નાખવા આવ્યો, અને સંજુએ ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકાર્યો, જ્યારે આયુષે ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો. કુલદીપની ઓવરમાં 16 રન મળ્યા. સંજુ ધીમે ધીમે સદી તરફ આગળ વધી રહ્યો છે. સંજુ સેમસન અને આયુષ મ્હાત્રે વચ્ચેની ભાગીદારી 50 રનને પાર કરી ગઈ છે.
આજની આ ટીમમાં ચેન્નઈ સુપર કિંગની ટીમમાં સંજૂ સેમસન (વિકેટ કીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાજ ખાન, શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટન, નૂર મહંમદ, અંશુલ કંબોઝ, ગુરુજપનીત સિંહ અને ખલીલ અહમદ છે, જયારે દિલ્હી કેપિટલ્સમાં પથુમ નિસાંકા, કે.એલ. રાહુલ (વિકેટ કીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઔકિબ નબી ડાર, લુંગી એનગીડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર વગેરે ખેલાડીઓ આજે મેદાનમાં પોતાનો જલવો દેખાડવા મેદાનમાં હાજર છે. ટોસ ભલે જે ભી ટીમે જીત્યો હોય, પણ આ મેચ આજે કોણ જીતશે એ મહત્વનું આજે આ મેચમાં.