સુરત: (Surat) આઈપીએલની (IPL) ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગે (Chennai Super Kings) SDCAના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટે પસંદગી ઉતારી હતી. એનસીએના (NCA) બેટિંગ કોચ અપૂર્વ દેસાઈ, રવિન્દ્ર જાડેજાનું સૂચન અને જય શાહની ભલામણને પગલે મહેન્દ્રસિંહ ધોનીની (Mahendrasinh Dhoni) ટીમના કેટલાક ખેલાડીઓ (Players) બુધવારે સુરત આવી પહોંચ્યા હતા. ચેન્નાઇ સુપર કિંગે મહેન્દ્રસિંહ ધોનીના સુરત આગમન પર લખ્યું સિંઘમ ઇન સુરત (Singham in surat). ધોની, અંબાતી રાયડુ, નવોદિત તુષાર દેશપાંડે અને બોલિંગ કોચ એલ.બાલાજી સહિત ચેન્નાઇ સુપર કિંગના 37 સભ્ય સુરત આવી હોટેલ લી-મેરિડિયનમાં તૈયાર કરવામાં આવેલા બાયો બબલમાં જતા રહ્યા હતા. મહેન્દ્રસિંહ ધોની મુંબઈથી બાય રોડ સુરત સીધો હોટેલ પર આવ્યો હતો. અહીં 20 ફૂટ દૂર ઊભેલા પોતાના કોઈક મિત્ર સાથે વાતચીત કરી હોટેલમાં પોતાના રૂમમાં જતો રહ્યો હતો.
- ધોની, અંબાતી રાયડુ, નવોદિત તુષાર દેશપાંડે અને બોલિંગ કોચ એલ.બાલાજી સહિત ચેન્નાઈ સુપર કિંગના 37 સભ્ય સુરત આવ્યા
- 22 માર્ચ સુધી ચાલનારા આ પ્રેક્ટિસ એન્ડ ફિટનેસ સેશનમાં પ્રેક્ષકોના પ્રવેશ પર મનાઈ ફરમાવી છે
આઈપીએલની ટીમોએ 5ને બદલે 3 દિવસના બાયો બબલની માંગ કરી છે, એ જોતાં જો બીસીસીઆઈ (BCCI) મંજૂરી આપે તો ચેન્નાઈની ટીમ 7 માર્ચને બદલે 5 માર્ચે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ રમતી દેખાઈ શકે છે. જો કે, 22 માર્ચ સુધી ચાલનારા આ પ્રેક્ટિસ એન્ડ ફિટનેસ સેશનમાં પ્રેક્ષકોના પ્રવેશ પર મનાઈ ફરમાવી છે. દીપક ચહર અને ઋતુરાજ ગાયકવાડ ઘાયલ હોવાથી પાછળથી ટીમ સાથે જોડાશે. રવિન્દ્ર જાડેજા 18મીથી જોડાશે. એવી રીતે વિદેશી ખેલાડીઓ આવશે. બાયો બબલ (Bio Bubble) મેન્ટેઇન કરવાનું હોવાથી લી-મેરિડિયન હોટેલની સંપૂર્ણ એક બિલ્ડિંગના રૂમો અને એને કનેક્ટેડ બે સામેની બિલ્ડિંગના ફ્લોર મળી ખેલાડીઓ માટે 86 રૂમ અને સપોર્ટિંગ સ્ટાફ માટે 34 રૂમ બૂક કરવામાં આવ્યા છે.
પ્રેક્ષકો અને એસડીસીએના સભ્યો બાયો બબલને લીધે ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોઈ શકશે નહીં. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઇએ અગાઉ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોનાને લીધે બાયો બબલના નિયમને લીધે ચેન્નાઇ ટીમના મેનેજમેન્ટ સ્પષ્ટ સૂચના આપી છે કે, એસડીસીએના પદાધિકારીઓ, સભ્યો કે પ્રેક્ષકો કોઈ ખેલાડી નજીક જઈ શકશે નહીં. ફોટોગ્રાફ કે વિડીયોગ્રાફી પણ કરી શકશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ ચીફ કોચ અને ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાની સ્ટીફન ફ્લેમિંગ, બેટિંગ કોચ માઇક હસી, બોલિંગ કોચ એલ.બાલાજી, ફિલ્ડિંગ કોચ રાજીવ કુમાર 7 માર્ચ સુધી જોડાય એવી શક્યતા છે. ધોની સહિતના ખેલાડીઓ સવારે 11થી 2 જીમમાં અને સાંજે 5થી રાતે 10 વાગ્યા સુધી ફ્લડ લાઇટમાં પ્રેક્ટિસ કરશે. કુલ 25 ક્રિકેટર અને 15 નેટ બોલર સુરત આવશે. સ્ટેડિયમમાં ખેલાડીઓ સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, જીમનો પણ 7થી 22 માર્ચ સુધી ઉપયોગ કરશે. ધોની સહિતના ખેલાડીઓ સવારે 11થી 2 જીમમાં અને સાંજે 5થી રાતે 10 વાગ્યા સુધી ફ્લડ લાઇટમાં પ્રેક્ટિસ કરશે. કારણ કે, આઈપીએલની મેચો ડે-નાઈટ છે. ટીમ મેઈન ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરશે.
મહેન્દ્ર સિંહ ધોની સહિત ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પહેલાં દિવસે હોટલમાં બાયો બબલમાં રહ્યા હતા. સીએસકે દ્વારા આજે ગુરૂવારે બીજા દિવસે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ધોની સહિતના ખેલાડીઓની હોટલમાં સ્ટે અંગેની ગતિવિધિ રેકોર્ડ કરવામાં આવી છે, જુઓ વીડિયો..