Entertainment

અમિતાભની દિકરી બનીને ‘ક્રિસ્ટલ’ ચમકશે

હિન્દી ફિલ્મો યા ટીવી સિરીઝમાં ખ્રિસ્તી અભિનેતા યા અભિનેત્રીની સંખ્યા ઓછી છે પણ ક્રિસ્ટલ ડિસોઝા ખ્રિસ્તી છે ને તેનો ચહેરો જોતા લાગશે નહિ કે તે ખ્રિસ્તી છે. તમે તેને ‘એક હઝારોમેં મેરી બહેના હે’માં જીવિકા વાઢેરા તરીકે જોઇ છે. ‘એક નઇ પહેચાન’ ટી.વી. શ્રેણીમાં તે સાક્ષીના પાત્રમાં હતી અને ‘બ્રહમરાક્ષસ’માં તે રૈના બની હતી. ધર્મમાં ઊંડી શ્રધ્ધા રાખનારી ક્રિસ્ટલ હવે ‘ચહેરે’ નામની ફિલ્મમાં અમિતાભ બચ્ચનની દિકરી તરીકે દેખાશે. ફિલ્મમાં રિયા ચક્રવર્તી છે પણ તે અમિતાભની દિકરી લોકો તરત ન પણ સ્વીકારે. ક્રિસ્ટલ બરાબર છે. ક્રિસ્ટલ ઘણા વખતથી પ્રયત્નમાં હતી કે ફિલ્મ મળે અને મળી તો અમિતાભ સાથે મળી એટલે લાગે કે રાહ જોઇ તેનું યોગ્ય ફળ મળ્યું છે.

ક્રિસ્ટલ ડિસોઝા ઠેઠ 2007થી ટી.વી. સિરીયલોમાં કામ કરે છે પણ શરૂમાં તો ઓળખ બનાવવામાં સમય જાય અને પછી સારો પાત્રો મળતા થાય. બાકી તે કોલેજમાં હતી ત્યારે પણ અભિનય કરતી હતી. મુંબઇમાં જ જન્મી હોવાના કારણે તેને સ્ટ્રગલ કરવામાં બહુ તકલીફ નહોતી પડી પણ નામ મળવામાં સમય જરૂર ગયો. હવે તો તે વેબસિરીઝમાં પણ કામ કરે છે. બે વર્ષ પહેલો એકતા કપૂરની ‘ફિતરત’માં તે તારિણી બિષ્ટ તરીકે આવી હતી. એ સિરીઝની મુખ્ય ભૂમિકામાં ક્રિસ્ટલ જ હતી. પરંતુ આજે ય તે સારા વિષય અને પાત્ર હોય તો જ કામ માટે હા પાડે છે. ટી.વી.ની મોસ્ટ પોપ્યુલર એકટ્રેસ તરીકે જાણીતી ક્રિસ્ટલ આમ વર્કોહોલીક છે. આ કારણે જ લોકડાઉન દરમ્યાન શરૂમાં તે મુંઝાય હતી પણ પછી તેને થયું કે તેને પોતાનો સથવારો ય ગમે છે. હા, મિત્રો ન મળવાથી તે અકડાતી જરૂર હતી પણ તે કવિતા ય લખે છે એટલે સમય સારો ગયો.

પણ હવે તે ‘ચહેરે’ રિલીઝ થાય તેની રાહ જુએ છે. આમ એ મિસ્ટરી થ્રીલર ગયા વર્ષની જુલાઇમાં રિલીઝ થવાની હતી પણ હવે આ વર્ષનો ઓગસ્ટ પણ વિતવા આવ્યો છે. હવે ઓટીટી પર રજૂ થશે તો તે થોડી નારાજ જરૂર થશે. અમિતાભ સાથેની ફિલ્મ થિયેટરમાં રજૂ થાય તો લોકો વધારે નોંધ લે એ ચોક્કસ. બ્યુટીફૂલ ક્રિસ્ટલ હવે ટી.વી.થી આગળ વધવા માંગે છે. ત્યાં તેણે જે હાંસલ કરવું હતું તે કરી લીધું છે હવે ફિલ્મોમાં હાંસલ કરવુ છે. આ સિવાય તેનું બીજે ધ્યાન નથી. હા, ‘એક હજારામે’ મેરી બહના હે’ના સહઅભિનેતા કરન ટેકર સાથે તેને પ્રેમ હોવાની અફવા હતી પણ તે અફવા જ હતી તે હવે તો પૂરવાર થયું છે. તે ઝડપથી લગ્ન કરવામાં માનતી નથી કારણ કે એક લાંબા સંઘર્ષ પછી નામ થાય ને કામ મળતા થાય ત્યારે પરણી જવું તો મૂર્ખામી કહેવાય. ‘બેલનવાલી બહુ’માં કોમેડી કરી ચુકેલી ક્રિસ્ટલ વહુ બનીને ટ્રેજેડીનો ભોગ બનવા માંગતી નથી.

Most Popular

To Top