નવી દિલ્હી: ક્રૂડ ઓઇલના (Crude Oil) ભાવ વર્ષમાં સૌથી નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. માર્ચ 2022માં જે ક્રૂડ ઓઇલનો ભાવ 129 ડોલર પ્રતિ બેરલ (Per Barrel) હતો તે હવે તળિયે આવી ગયો છે. જેના ભાવોમાં ઘટાડો થઈને 76 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. આ સાથે છેલ્લા એક મહિનાનો ત્રાગ મેળવીયેતો પ્રતિ બેરલના ભાવોમાં 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે સપ્લાયને (Supply) લઇને ભારે અનિશ્ચિતતા હતી. પરંતુ હવે ક્રૂડ બજાર સ્થિર થતા બધી ધારણાઓનો અંત આવતો દેખાઈ રહ્યો છે. જોકે હજુ પણ વૈશ્વિક અર્થ વ્યવસ્થાને લઇમાં પ્રવર્તી ગયેલી સુસ્તીની ચિંતાને કારણે માંગોના મોર્ચા ઉપર પણ હજુ પણ ઘણા પડકારો દેખાઈ રહ્યા છે.
- આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ભારતને ફાયદો થશે કે નુકસાન?
- શું તમારા ખિસ્સા પર મોંઘા પેટ્રોલ અને ડીઝલનો બોજ ઘટશે?
- રશિયામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી ગયું છે
ક્રૂડ ઓઈલના ભાવમાં શા માટે ઘટાડો?
ક્રૂડ ઓઇલના ભાવોમાં આવેલા મોટા ઘટાડાના કારણો પૈકીનું આ કારણ છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો જોવા મળી રહ્યા છે. વિશ્વના ઘણા વિકસિત દેશોમાં મંદીનો ભય છે. આ સિવાય ફુગાવાને અંકુશમાં લેવા માટે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં સતત વધારો કરી રહી છે.
–હજુ પણ ચીનમાં કોવિડને લઈને કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જોકે હવે અમુક હદ સુધી તેને હળવા કરવાનું વલણ ચીને અપનાવ્યું છે. તેનાથી કાચા તેલની માંગમાં વધારો થવાની ધારણાઓ બંધાઈ રહી છે. પરંતુ ચીનમાં ફરી એકવાર કોવિડના કેસમાં વધારો થવાની સંભાવનાઓ ને નકરી શકાય તેવું નથી.
–રશિયામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી ગયું છે. પરંતુ પશ્ચિમી દેશો દ્વારા રશિયન તેલ પર પ્રતિ બેરલ $60ની પ્રાઇસ કેમ્પને ઘણી ઊંચી ગણવામાં આવી રહી છે. તેના કારણે રશિયન તેલની નિકાસમાં ઘટાડો જોવા મળી શકે છે.
શું પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થશે?
સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત સાથે જોડાયેલી છે. પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનાથી સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે સ્થાનિક કંપનીઓને ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે સ્થાનિક ઓઇલ કંપનીઓ હવે તેમના નુકસાનની ભરપાઈ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
જાણો સસ્તા ક્રૂડ ઓઈલનો ફાયદો ભારતને કેવી રીતે મળશે?
ક્રૂડ ઓઈલના ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નહીં થાય પરંતુ અન્ય દ્રષ્ટિકોણથી જોઈએતો ભારતને ફાયદો થઈ શકે છે. સસ્તા ક્રૂડ ઓઈલને કારણે ભારતનું આયાત બિલ ઘટશે. તેનાથી વેપાર ખાધમાં ઘટાડો થશે. સાદી ભાષામાં કહીએ તો કુલ આયાત પરના ખર્ચ અને નિકાસમાંથી થતી કમાણી વચ્ચેનો તફાવત ઓછો હશે. સસ્તું ક્રૂડ ઓઈલ એટલે કે ભારતને પેમેન્ટ માટે ઓછા ડોલરની જરૂર પડશે. આ સાથે ઊર્જાના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો પણ ઘટશે. આ સાથે રૂપિયો મજબૂત થશે અને RBI પર વ્યાજદર વધારવાનું દબાણ પણ ઘટશે.