વડોદરા : વડોદરા શહેરના ખોડિયારનગર તરફથી એરપોર્ટ સર્કલ તરફ જવાના માર્ગે ગુરુવારે રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.આ માર્ગ પરથી પસાર થઈ રહેલી સીટી બસ નીચે ભેંસ આવી જતા લોકટોળા એકત્ર થઈ ગયા હતા. અને વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સર્જાયેલા આ અકસ્માતમાં સીટી બસ નીચે આવી ગયેલી ભેંસને બહાર કાઢવા માટે સ્થાનિકોની મદદ લેવાની ફરજ પડી હતી. ભેંસને બહાર કાઢવું અશક્ય હતું.પરંતુ સ્થાનિકોએ જેક વડે સીટી બસને ઉંચી કરી દોરડા વડે સલામતી પુર્વક ભેંસને બહાર કાઢી હતી.
વડોદરા શહેરના ખોડિયાર નગર તરફથી એરપોર્ટ સર્કલ તરફ જવાના રસ્તે ગત મોડી રાત્રે સિટી બસ નીચે ભેંસ આવી જતા અકસ્માતની ઘટના બની હતી. જોકે સદનસીબે ભેંસનો બચાવ થયો હતો.પરંતુ તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રસ્તેથી પસાર થઈ રહેલા રાહદારીઓએ બસને જેક વડે ઉંચી કરીને ભારે જહેમતે ભેંસને બસ નીચેથી બહાર કાઢવામાં આવી હતી. નોંધનીય છે કે વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન વધવા માંડી છે.થોડા સમય પહેલા જ સમા વિસ્તારમાં રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. વારંવાર આવી અકસ્માતની ઘટનાઓ બની ગઈ હોવા છતાં પણ ઘોર તંત્ર નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.શહેરના જુદાજુદા વિસ્તારોની જેમ એરપોર્ટ સર્કલથી લઇને ખોડીયાર નગર અને તેનાથી આગળના વિસ્તારોના માર્ગ પર બંને તરફ રખડતાં ઢોરો કાયમ નજરે પડતા હોય છે.
ગુરુવારે મોડી રાત્રે ખોડિયાર નગર તરફથી એરપોર્ટ સર્કલ તરફ જવાના રસ્તે પસાર થતી સિટી બસ નીચે ભેંસ આવી ગઇ હતી. ઘટનાને પગલે લોકટોળાં એકત્ર થઇ ગયા હતાપરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.અકસ્માતમાં સિટી બસ નીચે આવી ગયેલી ભેંસને બહાર કાઢવા માટે વિસ્તારના સ્થાનિક લોકો પણ જોડાયા હતા. ભેંસને બહાર કાઢવું મુશ્કેલ હતું. જોકે સ્થાનિકોએ સિટી બસને જેક વડે ઊંચી કરીને દોરડાં વડે સલામતી પૂર્વક ભેંસને બહાર ખેંચી કાઢી હતી.ભેંસ બહાર કાઢ્યા બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.