National

રામલલાના દર્શન માટે પહેલાં જ દિવસ ભક્તોની ભારે ભીડ ઉમટી

અયોધ્યા: પ્રભુ શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગઈકાલે તા. 22 જાન્યુઆરીના રોજથી રામલલાના દર્શન માટે મંદિરને (Temple) જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. મંદિર ખુલતા જ પ્રભુના દર્શન માટે આજે મંગળવારે તા. 23 જાન્યુઆરીની સવારથી (Morning) જ ભક્તોની ભીડ મંદિર પરિસરમાં ઉમટી પડી છે. આજે મંગળવારે સવારે સાત વાગ્યાથી દર્શન શરૂ થઇ ગયા છે. તેમજ સવારે સાડા અગિયાર વાગ્યા સુધી પ્રથમ પાળીમાં (First Part) દર્શન કરી શકાશે.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછીની પ્રથમ સવારે ભક્તો શ્રી રામ મંદિરના મુખ્ય દ્વાર પર સવારે 3 વાગ્યાથી શ્રી રામ લલાની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા હતા. આજથી નવા રામ મંદિરના દરવાજા તમામ ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. દરમિયાન ભક્તો ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિની સાથે નવી મૂર્તિના પણ દર્શન કરી શકશે. જો ભીડ વધશે તો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દર્શનનો સમયગાળો લંબાવશે.

રામલલાની દિવસમાં છ વાર આરતી થશે
રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સાંજ અને રામલલાની શયન આરતી થશે. શક્ય છે કે પૂજારી પોતે ઉત્થાપન આરતી કરે અને પછી દર્શન માટે પડદો ખોલે. આ અંગે ટ્રસ્ટ જ જાહેરાત કરશે.

સવારે 6:00 વાગ્યાથી દર્શન શરૂ થશે
નવા મંદિરમાં સવારે 3:30 થી 4:00 વાગ્યે પૂજારી રામલલાને મંત્રોચ્ચારથી જગાડશે. ત્યારબાદ મંગળા આરતી થશે. શ્રૃંગાર આરતી સવારે 5:30 કલાકે શરૂ થશે અને સવારે 6 કલાકે દર્શન શરૂ થશે. બપોરે મધ્યાહ્ન ભોગ આરતી થશે. ત્યારબાદ ભગવાનને શયન કરતી વખતે ઉત્થાપન, સાંજની આરતી અને શયન આરતી થશે. આ પહેલીવાર હશે જ્યારે રામ લલાની આરતી તમામ પ્રમાણભૂત પદ્ધતિઓ અનુસાર કરવામાં આવશે. રામલલાનો 40 દિવસ સુધી દરરોજ અભિષેક કરવામાં આવશે. તેમજ કલાકારો 60 દિવસ સુધી શ્વરાંજલિ આપશે.

મંગળા આરતી ભગવાનને જગાડવા માટે કરવામાં આવે છે. રામલલાને શ્રૃંગાર આરતીમાં શણગારવામાં આવે છે. ભોગ આરતીમાં પુરી-શાક-ખીર ચઢાવવામાં આવે છે. રામલલાની ખરાબ નજર દૂર કરવા ઉત્થાપન આરતી કરવામાં આવે છે. સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે અને પછી ભગવાનની સૂતા પહેલા શયન આરતી કરવામાં આવે છે.

આ પ્રમાણે રહેશે રામલલાના વસ્ત્રોના રંગ
બપોરે પુરી-શાક, રબડી-ખીર ઉપરાંત દર કલાકે રામલલાને દૂધ, ફળો અને પેડા ચઢાવવામાં આવશે. રામ લલા સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી પહેરશે. ખાસ દિવસોમાં તેઓ પીળા વસ્ત્રો પહેરશે.

Most Popular

To Top