Vadodara

ભીડ ભેગી થયા બાદ ‘સ્માર્ટ’ સત્તાધીશોને જ્ઞાન લાધ્યું..!!

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના કહેવાતા સ્માર્ટ શાસકો અને અધિકારીઓ પૂર આવ્યા પછી જ પાળ બાંધવા ટેવાયેલા હોવાની વધુ એક નમૂનારૂપ  હકીકત સામે આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવનાર ઇડબલ્યુએસ આવાસ યોજનાના ફોર્મ વિતરણમાં પ્રથમ દિવસે જ ભારે અફરાતફરી અને પડાપડી સાથે ભીડ ભેગી હતા જેને લઇ પાલિકાના સત્તાધીશોને જ્ઞાન લાધ્યું હતું અને સમય મર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો જેને પગલે હવે ૩૧ ડિસેમ્બર સુધી આવાસોના ફોર્મનું વિતરણ કરવામાં આવશે આ અંગે જાહેરાત પણ કરવામાં આવી છે.

કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફિસ બહાર લોકોએ સોમવારે સવારથી જ ફોર્મ લેવા લાઇનો લગાવી હતી જે  લાઇન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા એક તબક્કે પોલીસને બોલાવવી પડી હતી.  કોર્પોરેશને 2132 મકાનો માટે સોમવારે 100 ફોર્મ આપ્યા હતા અને 2900 જેટલા ટોકન આપ્યા હતા. ઇ.ડબલ્યુ.એસના હરણીમાં 58, સુભાનપુરામાં 74, ગોત્રીમાં 100 અને કલાલીમાં 1900 મકાનની  બનવાના છે. આમ, કુલ 2132 મકાનો માટે ફોર્મ વિતરણ ની શરૂઆત કરવામાં આવી હતી જોકે પ્રથમ દિવસે જ પાલિકાના સ્માર્ટ વહીવટની પોલ છતી થઇ ગઇ હતી પાલિકાની અપેક્ષા કરતાં પણ વધુ લોકો સવારથી જ ફોર્મ લેવા ઉમટી પડ્યા હતા.

રાવપુરા થી દાંડિયા બજાર સુધી લગભગ બે કિલોમીટર સુધી લોકોની લાઈનો પડી હતી ફોર્મ માટે પડાપડી અને ધસારો સામે પાલિકાનું વહીવટી તંત્ર ફરી એકવાર વામણું પુરવાર થયું હતું કહેવાતા સ્માર્ટ સત્તાધીશો ફરી એકવાર  બેજવાબદાર દેખાયા હતા પૂર આવ્યા પછી જ પાળ બાંધવા  ટેવાયેલા સત્તાધીશોના અયોગ્ય આયોજનને કારણે જ અંધાધૂંધી સર્જાઈ હતી પરિણામે પાલિકાને ફોર્મ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવાની ફરજ પડી હતી અને ફોર્મ વિતરણની સમય મર્યાદામાં પણ વધારો કરવો પડ્યો હતો  હવે પાલિકા આગામી ૩૧ ડિસેમ્બર સુધી આવાસ યોજના ફોર્મનું વિતરણ કરશે આ અંગે વિધિવત રીતે જાહેરાત પણ કરવામાં આવી છે બીજી બાજુ ફોર્મ પરત જમા લેવાની કાર્યવાહી તારીખ 22 નવેમ્બરથી થશે, જે 31 જાન્યુઆરી 2022 સુધી ચાલુ રહેશે હવે સુચારુ રૂપે ફોર્મ વિતરણ થાય છે કે કેમ અને તે માટે પાલિકાએ કોઈ આગોતરું આયોજન કર્યું છે કે કેમ તે પણ જોવાનું રહે છે.

ઈદની રજાના દિવસે પણ લોકો ફોર્મ લેવા ઉમટ્યા, તંત્રએ કોઇ બોર્ડ લગાવ્યું ન હતું

વડોદરા મહાનગર પાલિકાના આવાસ યોજના ફોર્મ વિતરણની શરૂઆત બાદ આજે ઇદની રજા હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો ફોર્મ લેવા રાવપુરા ઓફિસ ખાતે પહોંચ્યા હતા જોકે રજાને કારણે કચેરી એ તાળા લટકતા જોઈ  લોકોને નિરાશા સાથે ધરમધક્કો પડ્યો હતો ફોર્મ વિતરણ વ્યવસ્થામાં  અવ્યવસ્થાથી  અનેક લોકોને ફોર્મ કે ટોકન વગર પાછા જવું પડ્યું હતું જે પૈકી કેટલાય લોકો આજે સવારથી જ કચેરી ખાતે  પોહચી ગયા  હતા પરંતુ ઇદની રજા ને કારણે લોકો ફોર્મ મેળવી શક્યા ન હતા ત્યારે પાલિકાના સત્તાધીશોએ પણ ઈદ રજાનું અંગે  સુચના કે જાહેરાતથી વાકેફ કરવા જોઈએ તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી  બુધવારે ફોર્મ લેવા ફરી એકવાર સવારથી જ  લાઈન લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે

Most Popular

To Top